Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નેપાળમાં બનશે નવી સરકાર, પ્રચંડ બનશે વડાપ્રધાન, શું પડશે ભારત પર તેની અસર? જાણો

નેપાળમાં નવી સરકારના ગઠબંધનની કવાયત હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. નેપાળમાં હાલમાં જ થયેલી ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહી મળતા રાજકિય પાર્ટીઓ ગઠબંધનને લઈને વિચાર-વિમર્શ કરી રહી હતી અને નવી સરકાર બનાવવાનો આજે છેલ્લો દિવસ હતો અને પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડના નેતૃત્વમાં રવિવારે મળેલી બેઠક બાદ સાંજે 4 વાગ્યે પ્રચંડ નેપાળના નવા વડાપ્રધાન હશે તેવી જાહેરાત થઈ.નવું ગઠબં
01:45 PM Dec 25, 2022 IST | Vipul Pandya
નેપાળમાં નવી સરકારના ગઠબંધનની કવાયત હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. નેપાળમાં હાલમાં જ થયેલી ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહી મળતા રાજકિય પાર્ટીઓ ગઠબંધનને લઈને વિચાર-વિમર્શ કરી રહી હતી અને નવી સરકાર બનાવવાનો આજે છેલ્લો દિવસ હતો અને પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડના નેતૃત્વમાં રવિવારે મળેલી બેઠક બાદ સાંજે 4 વાગ્યે પ્રચંડ નેપાળના નવા વડાપ્રધાન હશે તેવી જાહેરાત થઈ.
નવું ગઠબંધન
નવા ગઠબંધનમાં પ્રચંડના સમર્થનમાં CPN-UMLના 78, માઓવાદી કેન્દ્રના 32, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 20, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના 14, જનતા સમાજવાદી પાર્ટીના 12, જનમત પાર્ટીના 6 અને નાગરિક ઉન્મુક્તિ પાર્ટીના 4 સાંસદ છે. આમ કુલ 166 સાંસદોનું પ્રચંડને સમર્થન છે અને પ્રચંડે નવી સરકાર રચવાનો દાવો રાષ્ટ્રપતિ સમક્ષ મુકી દીધો છે.
નેપાળના રાષ્ટ્રપતિએ પુષ્પ કમલ દહલને દેશના નવા વડાપ્રધાન નિયુક્ત કરી દીધાં અને રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે દહલને સોમવારે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લેવડાવવામાં આવેશે.
ભારત પર અસર
નેપાળ ભારત સાથે 1800 કિમી લાંબી સરહદથી જોડાયેલો છે અને ભારતના પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કીમ નેપાળ સાથે સરહદથી જોડાયેલા છે. ભારતમાં અનેક નેપાળી નાગરિકો ભારતમાં રહે છે કે કામ કરે છે. નેપાળ બાદ તરત જ ચીનની સરહદ આવી જાય છે. આ દેશ ભારત માટે બફર ઝોન તરીકેનું કામ કરે છે જો ચીન નેપાળ પર પોતાની પકડ મજબુત બનાવે તો તેની સીધી અસર ભારતના હિતો પર પડી શકે છે. નેપાળની આ નવી સરકારનો ભારત સાથેનું વલણ કેવું હશે તે મહત્વનું છે અને તેથી જ નેપાળની રાજનીતિની નાની મોટી બાબત પર ભારતની નજર રહે છે. તેથી આ વખતે નેપાળની ચૂંટણી ખાસ છે. જણાવી દઈએ કે, અગાઉ બે વખત નેપાળના વડાપ્રધાન રહી ચુકેલા પ્રચંડ પ્રભાવશાળી કમ્યુનિસ્ટ નેતા છે અને તેના ભારતના અનેક રાજકિય નેતાઓ સાથે ઘનિષ્ટ સંબંધ છે.
કેવી છે નેપાળના સંસદ રચના
નેપાળના સંસદમાં બે ગૃહો છે. ઉપલા ગૃહને નેશનલ એસેમ્બલી જ્યારે નિચલા ગૃહને હાઉસ ઓફ રેપ્રેજેન્ટિવ્સના નામેથી ઓળખાય છે. ઉપલા ગૃહમાં 59 સભ્યો છે. જેમાં 56 સભ્યો સાત પ્રાંતોથી ચૂંટવામાં આવે છે. જ્યારે ત્રણ સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. ઉપલા ગૃહના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને દર બે વર્ષે એક તૃત્યાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
જ્યારે નિચલા ગૃહમાં કુલ 275 સભ્યો હોય છે. તેમનો કાર્યકાળ પાંચ વર્ષ કે પછી સંસદ ભંગ થાય ત્યાં સુધીનો હોય છે. નિચલા ગૃહમાં બહુમતિ ધરાવતી પાર્ટીના નેતા નેપાળના વડાપ્રધાન બને છે. બહુમતી માટે કોઈ પણ પાર્ટી કે ગઠબંધનને ઓછામાં ઓછી 138 સીટોની જરૂર પડે છે. જો કોઈ પાર્ટી કે ગઠબંધનને બહુમતિ મળે નહી તો રાષ્ટપતિ સદનની સૌથી મોટી પાર્ટીના નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનને બહુમતિ સાબિત કરવા માટે 30 દિવસનો સમય હોય છે. જો વિશ્વાસ પ્રસ્તાવ ના મળે તો રાષ્ટ્રપતિ એવા સાંસદને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરે છે જે બહુમતિ સાબિત કરવાની ક્ષમતા ધરાવે છે અને જો પરિણામ આવ્યાના 55 દિવસમાં સરકાર ના બને તો નવી ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે.
આ પણ વાંચો - લોક ડાઉન જેવા કડક પ્રતિબંધો શું ફરી ભારતમાં આવી શકે? વાંચો આ અહેવાલમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ChinaGujaratFirstIndiaNepalNepalElectionsNepalPMPrachandpushpakamaldahal
Next Article