પુષ્કર સિંહ ધામી ફરી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય
ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ બનશે તેવી અટકળોનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદ માટે પુષ્કર સિંહ ધામીના નામને પર મહોર લગાવી છે. દહેરાદૂનમાં ભાજપની પાર્ટી યુનિટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેની ઓબ્ઝર્વર તરીકે ત્યાં ગયેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ડેપ્યુટી સુપરવાઈઝર મીનાક્ષી લેખીએ જાહેરાત કરી છે. આ બંને નેતાઓ આજે એક વિશેષ ફલાઇટ વડે ઉત્તરાખàª
ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ બનશે તેવી અટકળોનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદ માટે પુષ્કર સિંહ ધામીના નામને પર મહોર લગાવી છે. દહેરાદૂનમાં ભાજપની પાર્ટી યુનિટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેની ઓબ્ઝર્વર તરીકે ત્યાં ગયેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ડેપ્યુટી સુપરવાઈઝર મીનાક્ષી લેખીએ જાહેરાત કરી છે. આ બંને નેતાઓ આજે એક વિશેષ ફલાઇટ વડે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી માટેની રેસમાં પુષ્કર સિંહ ધામી સિવાય સતપાલ મહારાજ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સાંસદ અનિલ બલુની પણ હતા.
ધામીએ છ મહિનામાં પોતાની છાપ છોડી
રાજનાથ સિંહે કહ્યું કે હું પુષ્કર ધામીને અભિનંદન આપું છું અને મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં ઉત્તરાખંડ પ્રગતિ કરશે. ધામીએ આ પહેલા પણ સરકાર ચલાવી છે. તેમને સરકાર ચલાવવાનો અનુભવ છે. ધામીએ છ મહિનામાં પોતાની છાપ છોડી દીધી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વિટ કર્યું કે, ‘ઉત્તરાખંડના કાર્યવાહક મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ફરીથી ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન!’
ભાજપની જીત
આ પહેલા રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. આ બેઠકમાં નવી સરકારની રચના અંગે વિચાર-વિમર્શ થયો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 47 બેઠકો જીતી છે. પાર્ટી હવે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 19, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષોને 2-2 બેઠકો મળી હતી.
ધામીની હાર
જો કે આ ચૂટણીમાં રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ નેતા પુષ્કર સિંહ ધામી ખટીમા સીટ પરથી હારી ગયા હતા. જેથી ઉત્તરાખંડમાં ભજપ સરકારનું નેતૃત્વ કોં કરશે તેને લઇને અટકળો વહેતી થઇ હતી. ત્યારે ધારાસભ્ય દળની બેઠકમાં ફરી વખત પુષ્કર સિંહ ધામીના નામ પર મહોર લગાવવામાં આવી છે.
Advertisement