ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તરાખંડ અને ગોવાના મુખ્યમંત્રીના નામ પર મંજૂરીની મહોર, ધામી 23 માર્ચે કેબિનેટ સાથે લેશે શપથ

વિધાનસભાની ચૂંટણીમાં પુષ્કર સિંહ ધામીની  હારને એકે તરફ રાખીને ભાજપે તેમને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પ્રમોદ સાવંતને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ ભાજપે પોતાના ચાર મુખ્યમંત્રીઓને ફરી તાજ પહેરાવ્યો છે. ભાજપના આ નિર્ણયની અસર આવનાર લોકસભાની ચૂંટણી પર પડશે એ નિશ્ચિત છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી 23 માર્ચે કેબિનેટ સાથે શપàª
05:59 AM Mar 22, 2022 IST | Vipul Pandya
વિધાનસભાની ચૂંટણીમાં પુષ્કર સિંહ ધામીની  હારને એકે તરફ રાખીને ભાજપે તેમને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પ્રમોદ સાવંતને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ ભાજપે પોતાના ચાર મુખ્યમંત્રીઓને ફરી તાજ પહેરાવ્યો છે. ભાજપના આ નિર્ણયની અસર આવનાર લોકસભાની ચૂંટણી પર પડશે એ નિશ્ચિત છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી 23 માર્ચે કેબિનેટ સાથે શપથ લેશે. 
ઉત્તરાખંડમાં ભાજપ રાજકીય પકડ વધુ મજબૂત કરવા માટે ધામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં છેલ્લા થોડા મહિનાઓ થી રાજકીય ઉતાર ચડાવ જોવા મળી રહ્યો હતો વર્ષ 2017માં ભાજપની જીત બાદ ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડની કમાન સાંભળી હતી ત્યારબાદ તીરથસિંહ રાવતએ 116 દિવસ માટે ઉત્તરાખંડની કમાન સાંભળી હતી અને તેમના રાજીનામાં બાદ પુષ્કર સિંહ ધામીએ કમાન સાંભળી હતી આમ રાજ્યમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ મુખ્યમંત્રીઓ જોવા મળ્યા છે. રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી 46 વર્ષના છે અને હવે તેમને આગામી છ મહિના દરમિયાન પેટાચૂંટણી જીતવી પડશે.
ઉત્તરાખંડમાં પક્ષના કેન્દ્રીય નિરીક્ષકોમાંના એક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી પત્રકારોને જણાવ્યું હતું કે, "ધામીએ છ મહિના દરમિયાન ઉત્તરાખંડ પર પોતાની છાપ છોડી છે, જે ચૂંટણી પરિણામોમાં પ્રતિબિંબિત થયું હતું." ભાજપે ફરી એકવાર ધામીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કારણ કે તેઓ સારી રીતે જાણે છે કે સરકાર કેવી રીતે ચલાવવામાં આવે છે, તેમણે ઉમેર્યું હતું કે તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી તેમને ટેકો આપ્યો હતો.ધામીને RSSના નજીકના માનવામાં આવે છે
ગોવામાં ભાજપે 11 દિવસના સસ્પેન્સનો અંત કરીને પ્રમોદ સાવંતને બીજી ટર્મ માટે ચૂંટ્યા છે. પાર્ટીએ રાજ્યના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી  વિશ્વજીત રાણેની આશાઓ પર પાણી ફેરવી દીધું છે, જેમને ઘણા લોકો આ રેસમાં સૌથી આગળ ગણાવતા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 40 સભ્યોની ગોવા વિધાનસભામાં ભાજપને પોતાના દમ પર 20 બેઠકો મળી છે, જે પૂર્ણ બહુમતીથી એક ઓછી છે. તે સ્વતંત્ર ધારાસભ્યોનું નોંધપાત્ર સમર્થન હતું, જેના કારણે સાવંતની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાજપે 2012માં પર્રિકરના નેતૃત્વમાં બહુમતી મેળવી હતી અને તે સમયે પાર્ટીએ 21 બેઠકો જીતી હતી. આ ચૂંટણી પરિણામોએ એ પણ સાબિત કરી દીધું છે કે પ્રમોદ સાવંત મનોહર પર્રિકરના મૃત્યુ પછી ગોવા ભાજપમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે સક્ષમ છે.પુષ્કર સિંહ ધામી અને પ્રમોદ સાવંતને રવિવારે સાંજે પીએમ મોદીના નિવાસ સ્થાને બેઠક બાદ અંતિમ લીલી ઝંડી મળી હતી.
Tags :
ElectionGoaGujaratFirstpramodsavantPushkarsinghDhamiUttrakhand
Next Article