Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પુષ્કરસિંહ ધામીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, ઈતિહાસ રચી બીજી વખત સંભાળી ઉત્તરાખંડની સત્તા

દહેરાદુનના પરેડ ગ્રાઉન્ડમાં પુષ્કરસિંહ ધામીએ આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. પુષ્કરસિંહ ધામીને રાજ્યપાલ જનરલ ગુરમીત સિંહે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા. શપલ ગ્રહણ કર્યા બાદ પુષ્કરસિંહ ધામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશિર્વાદ લેવા તેની પાસે પહોંચ્યા હતા. àª
10:16 AM Mar 23, 2022 IST | Vipul Pandya

દહેરાદુનના પરેડ ગ્રાઉન્ડમાં પુષ્કરસિંહ ધામીએ આજે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. પુષ્કરસિંહ ધામીને રાજ્યપાલ
જનરલ ગુરમીત સિંહે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા. શપલ ગ્રહણ
કર્યા બાદ પુષ્કરસિંહ ધામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશિર્વાદ લેવા તેની પાસે
પહોંચ્યા હતા. પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી બન્યા છે.
પુષ્કરસિંહ ધામીની સાથે સતપાલ મહારાજ, ધનસિંહ રાવત, ગણેશ જોશી, રેખા આર્ય, સુબોધ
ઉનિયાલ, સૌરવ બહુગુણા, પ્રેમચંદ અગ્રવાલ અને ચંદન રામ દાસે પણ મંત્રી પદના શપથ
ગ્રહણ કર્યા.

javascript:nicTemp();

પુષ્કરસિંહ ધામી સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. આ
પહેલા જુલાઈ 2021માં તીરથસિંહ રાવતના રાજીનામા બાદ ભાજપના પુષ્કરસિંહ ધામીને રાજ્યની
કમાન સોંપવામાં આવી હતી. સોમવારે સાંજે ભાજપ પ્રદેશ મુખ્યાલયમાં રક્ષામંત્રી અને
વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીની હાજરીમાં થયેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં
પુષ્કરસિંહ ધામીને સર્વસંમતિથી વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.

javascript:nicTemp();

ઉલ્લેખનિય છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પુષ્કરસિંહ
ધામીને ખટીમા સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર થવા છતા ભાજપે તેના પર
વિશ્વાસ કર્યો છે. પુષ્કરસિંહ ધામીને હવે 6 મહિનામાં જીત મેળવીને વિધાનસભાના સદસ્ય
બનવું પડશે. પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના સૌથી નાની ઉઁમરના મુખ્યમંત્રી રહ્યા છે.
તેણે છેલ્લા વર્ષે 45 વર્ષની ઉંમરમાં સત્તા સંભાળી હતી. સીએમ ધામીને મહારાષ્ટ્રના
રાજ્યપાલ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારીના શિષ્યન રૂપમાં
માનવામાં આવે છે.  પુષ્કરસિંહ ધામી ઓએસડી
અને સલાહકારના રૂપમાં કામ કરી ચૂક્યા છે.

પુષ્કરસિંહ ધામીને 1990માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને બે વખત ભારતીય જનતા યુવા મોર્ચાના
પ્રદેશ અધ્યક્ષ રહ્યા. તેમણે સ્થાનિક યુવાનો માટે ઉદ્યોગોમાં નોકરી માટેનું અભિયાન
ચલાવ્યું. પુષ્કરસિંહ ધામીના પિતા સેનામાં હતા. તેમનો જન્મ પિથૌરગઢના ટુંડી ગામમાં
થયો હતો. ધામીનો પરિવાર તેના પૈતૃક કામ હરખોલાથી ત્યાં શિફ્ટ થઈ ગયો હતો.
પુષ્કરસિંહ ધામી જ્યારે ધોરણ 5માં હતા ત્યારે તે ખટીમા ચાલ્યા ગયા હતા. જે પછી
ધામીની કર્મભૂમિ બની ગઈ હતી. તેમણે ત્યાંથી બે વખત વિધાનસભા ચૂંટણી જીતી. તેમણે
લખનૌ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો અને તેને પાસે કાયદાની ડિગ્રી છે. 

Tags :
ChiefMinisterofUttarakhandDehradunGujaratFirstParadeGroundPushkarsinghDhamisworn
Next Article