55 વર્ષીય ITBP અધિકારીએ માઈનસ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પુશ-અપ કર્યા, જુઓ વિડિયો
દેશની સુરક્ષામાં સતત કાર્યરત રહેતા જવાનો માટે ઉંમર અને સંજોગોથી કોઈ ફરક પડતો નથી. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, આ જવાનો સરહદ પર હંમેશા તૈયાર રહે છે.દેશમાં આવતી આફત પહેલા પોતાના પર લઇ લે છે અને દેશના લોકોને સુરક્ષિત રાખે છે. દેશની સેવામાં ડૂબેલા આ સૈનિકોની બહાદુરી અને સમર્પણની ચર્ચા કરવામાં આવે તેટલી ઓછી છે ત્યારે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ
Advertisement

દેશની સુરક્ષામાં સતત કાર્યરત રહેતા જવાનો માટે ઉંમર અને સંજોગોથી કોઈ ફરક પડતો નથી. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, આ જવાનો સરહદ પર હંમેશા તૈયાર રહે છે.દેશમાં આવતી આફત પહેલા પોતાના પર લઇ લે છે અને દેશના લોકોને સુરક્ષિત રાખે છે. દેશની સેવામાં ડૂબેલા આ સૈનિકોની બહાદુરી અને સમર્પણની ચર્ચા કરવામાં આવે તેટલી ઓછી છે ત્યારે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે પુરાવો આપે છે કે કોઈ પણ સંજોગોમાં અડગ રહી દેશ સેવા કરીશું.
ITBP દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં એક અધિકારી કડકડતી ઠંડીમાં કસરત કરતા જોવા મળે છે. ITBPએ લખ્યું, '55 વર્ષીય ITBP કમાન્ડન્ટ રતન સિંહ સોનલે લદ્દાખમાં 17 હજાર 500 ફૂટની ઊંચાઈ પર -30 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં એક સાથે 65 પુશ-અપ્સ પૂરા કર્યા.'
આ ઘટના પહેલીવાર સામે નથી આવી આ પહેલા પણ ITBP ખરાબ હવામાન સામે લડત આપતો વિડિયો સામે આવ્યો હતો જેમાં એક ટીમ બરફની ચાદરમાંથી રસ્તો કરતી જોવા મળે છે.

આ વિડિયો શેર કરતા ITBPએ લખ્યું હતું કે, हिमाद्रि तुंग श्रृंग से प्रबुद्ध शुद्ध भारती स्वयं प्रभा समुज्ज्वला स्वतंत्रता पुकारती... '.
Advertisement