આવતીકાલે પંજાબમાં આપ સરકારના મંત્રીમંડળની રચના, રાજ્યપાલ તમામ કેબિનેટ મંત્રીને અપાવશે શપથ
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ
આમ આદમી પાર્ટી આવતીકાલે એટલે કે શનિવારે મંત્રીમંડળની જાહેરાત કરશે. પંજાબમાં નવી સરકારે પોતાનું કામ શરૂ કરી દીધું છે અને તમામ સરકારી
ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં શનિવારે સવારે 11 વાગ્યે ભગવંત માન કેબિનેટની રચના કરવામાં આવશે. આ દરમિયાન પંજાબના
ગવર્નર બનવારી લાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સમાવિષ્ટ મંત્રીઓને શપથ લેવડાવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવંત માન કેબિનેટમાં 8થી 10 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે 16 માર્ચે આમ આદમી પાર્ટીના નેતા ભગવંત
માને પંજાબના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજ્યના SBS (શહીદ ભગત સિંહ) નગર જિલ્લામાં શહીદ ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન
ખાતે આયોજિત સમારોહમાં ભગવંત માનને શપથ લેવડાવ્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીએ
ત્રણ દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પંજાબ ચૂંટણીમાં AAPએ 117માંથી 92 સીટો જીતી હતી. આ પછી પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવી
અને ભગવંત માને રાજ્યની કમાન સંભાળી.