Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'બગ્ગા'ની મુશ્કેલી વધી, ફરી થશે ધરપકડ, મોહાલી કોર્ટે જારી કર્યું ધરપકડ વોરંટ, પંજાબ પોલીસ ગમે ત્યારે..

પંજાબના મોહાલીની એક કોર્ટે દિલ્હી બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવીતેશ ઈન્દરજીત સિંહની કોર્ટે સાયબર ક્રાઈમ સ્ટેશનના ઈન્ચાર્જને બગ્ગાની ધરપકડ કરવા અને આગામી સુનાવણી પર તેને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.તજિંદર બગ્ગા વિરુદ્ધ આઈપીસીની કલમ 153A, 505, 505(2), 506 નોંધવામાં આવી છે. પંજાબ પોલીસ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે કોર્ટે આ àª
12:50 PM May 07, 2022 IST | Vipul Pandya

પંજાબના મોહાલીની એક કોર્ટે દિલ્હી બીજેપી નેતા તજિંદર પાલ બગ્ગા
વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવીતેશ ઈન્દરજીત
સિંહની કોર્ટે સાયબર ક્રાઈમ સ્ટેશનના ઈન્ચાર્જને બગ્ગાની ધરપકડ કરવા અને આગામી
સુનાવણી પર તેને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.તજિંદર બગ્ગા વિરુદ્ધ આઈપીસીની કલમ
153A, 505, 505(2), 506 નોંધવામાં આવી છે. પંજાબ પોલીસ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે
કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે
23 મે 2022ની તારીખ નક્કી કરી છે.

javascript:nicTemp();

મળતી માહિતી મુજબ પંજાબના મોહાલીની કોર્ટે 7 મેના રોજ દિલ્હી બીજેપી પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ
નવું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
 મોહાલી કોર્ટમાંથી નવું ધરપકડ વોરંટ જાહેર થયા બાદ હવે બગ્ગા પર
ફરી ધરપકડની તલવાર લટકવા લાગી છે. પંજાબ પોલીસની ટીમ બગ્ગાની ધરપકડ કરવા માટે ગમે
ત્યારે દિલ્હી જવા રવાના થઈ શકે છે.


બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડના વિરોધમાં દિલ્હી બીજેપી શીખ સેલ અને બીજેવાયએમના કાર્યકરોએ શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. પંજાબ પોલીસ દ્વારા તજિન્દર બગ્ગાની પાઘડી વગરની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી સરકાર વિરુદ્ધ ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો છે. ભાજપના કાર્યકરોના પ્રદર્શનને જોતા સીએમ આવાસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. 

 

Tags :
DelhiGujaratFirstMohalicourtPunjabPolicetajinderbagga
Next Article