Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબના પૂર્વ CM અમરિંદર સિંહની પાર્ટીનો ભાજપમાં થશે વિલય

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી  કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) 19 સપ્ટેમ્બરે વિધિવત્ રીતે ભાજપમાં (BJP) જોડાશે. કેપ્ટન પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું (PLC) પણ ભાજપમાં વિલય કરશે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કેપ્ટને કોંગ્રેસ સાથે છેડો ફાડીને આ પાર્ટી બનાવી હતી અને ભાજપ સાથે ગઢબંધન કરી પંજાબ વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતા.પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) 19મી સપà
પંજાબના પૂર્વ cm અમરિંદર સિંહની પાર્ટીનો ભાજપમાં થશે વિલય
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી  કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) 19 સપ્ટેમ્બરે વિધિવત્ રીતે ભાજપમાં (BJP) જોડાશે. કેપ્ટન પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું (PLC) પણ ભાજપમાં વિલય કરશે. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કેપ્ટને કોંગ્રેસ સાથે છેડો ફાડીને આ પાર્ટી બનાવી હતી અને ભાજપ સાથે ગઢબંધન કરી પંજાબ વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતા.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) 19મી સપ્ટેમ્બર ભાજપમાં સામેલ થશે તેમના નજીકના 5-6 પૂર્વ મંત્રીઓ પણ ભાજપમાં જોડાશે.કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરમાં કેપ્ટન ભાજપનું પ્રાથમિક સભ્યપદ ગ્રહણ કરશે.
કેપ્ટનની સાથે પંજાબના (Punjab) લગભગ 6 થી 7 પૂર્વ ધારાસભ્યો, પુત્ર ઈંદરસિંહ, પુત્રી જય ઈંદરકૌર, પૌત્ર નિર્વાણ સિંહ પણ ભાજપમાં સામે થશે. કેપ્ટન અમરિંદરસિંહે તમામ નજીકનાઓ અને જુના સાથીઓને 19 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચવા માટે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અમરિંદરસિંહે (Amarinder Singh) ગત 30મી ઓગસ્ટના રોજ દિલ્ગીમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત બાદથી જ અમરિંદરસિંહ ભાજપમાં જોડાશે અને તેની પાર્ટીનું ભાજપમાં વિલિનિકરણ થશે તેવી ચર્ચા શરૂ થઈ હતી પરંતુ તેમણે આ વાતને માત્ર અટકળો ગણાવી હતી.
Advertisement

Tags :
Advertisement

.