Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ સી.એમ ભગવંત માનના બીજા લગ્ન સંપન્ન, કેનેડિયન સસરા અમેરિકન સાળી આવો છે માનનો સાસરી પરિવાર

પંજાબ સી.એમ ભગવંત માન અને ડૉ ગુરપ્રીત કૌર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેઓએ શીખ પરંપરા અને આનંદ કારજ અનુસાર લગ્ન કર્યા છે. લગ્ન સમારોહ ચંદીગઢના સ્થાનિક ગુરુદ્વારામાં યોજાયો હતો. લગ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પિતા તરીકેની તમામ વિધિ નિભાવી હતી. ભગવંત માનના આજે લગ્ન હતાં. સી.એમ ભગવંત માન અને ગુરપ્રીત કૌર લગ્ન આખરે સંપન્ન થયા છે. બપોરે 12 વાગ્યાની આસપાસ બંનેના લગ્ન થયા હતા. દિ
પંજાબ સી એમ ભગવંત માનના બીજા લગ્ન સંપન્ન   કેનેડિયન સસરા અમેરિકન સાળી આવો છે માનનો સાસરી પરિવાર
પંજાબ સી.એમ ભગવંત માન અને ડૉ ગુરપ્રીત કૌર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેઓએ શીખ પરંપરા અને આનંદ કારજ અનુસાર લગ્ન કર્યા છે. લગ્ન સમારોહ ચંદીગઢના સ્થાનિક ગુરુદ્વારામાં યોજાયો હતો. લગ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પિતા તરીકેની તમામ વિધિ નિભાવી હતી. ભગવંત માનના આજે લગ્ન હતાં. સી.એમ ભગવંત માન અને ગુરપ્રીત કૌર લગ્ન આખરે સંપન્ન થયા છે. બપોરે 12 વાગ્યાની આસપાસ બંનેના લગ્ન થયા હતા. દિલ્હીના સીએમ કેજરીવાલ પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે લગ્નમાં પિતા તરીકેની વિધિઓ કરી. લગ્નમાં મર્યાદિત મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા, લગ્નનો કાર્યક્રમ ચંદીગઢ સીએમ આવાસ પર જ રાખવામાં આવ્યો હતો.
ગુરપ્રીત કૌર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે
ગુરપ્રીત કૌરની બે બહેનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગુરપ્રીતના પિતા કેનેડાની નાગરિકતા ધરાવે છે. તેઓ 40 એકરથી વધુ જમીનના માલિક પણ છે.  ગુરપ્રીત કૌર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે ગુરપ્રીત કૌર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની એક બહેનના લગ્ન પૂર્વ કેબિનેટ મંત્રી સ્વર્ગસ્થ જસવિંદર સિંહ સંધુના પુત્ર સાથે થયા છે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે (7 જુલાઈ) ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગુરપ્રીત કૌર વ્યવસાયે ડોક્ટર છે. તેની બે મોટી બહેનો છે. બે મોટી બહેનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. તે જ સમયે, તેના પિતા  કેનેડિયન નાગરિકતા છે. ગુરપ્રીત એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની  ડૉ ગુરપ્રીત કૌર તેની ત્રણ બહેનોમાં સૌથી નાની છે. તેની મોટી બહેન નીરુના લગ્ન અમેરિકામાં થયા છે, ગુરપ્રીત કૌરની એક બહેનના લગ્ન પૂર્વ કેબિનેટ મંત્રી સ્વર્ગસ્થ જસવિંદર સિંહ સંધુના પુત્ર સાથે થયા છે. ગુરપ્રીતે પોતાનું શાળાકીય શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, પેહોવા (હરિયાણા)માંથી કર્યું હતું.ચંદીગઢથી કોલેજ પૂર્ણ કર્યા પછી, તેણે 2017માં મેડિકલ કોલેજ, અંબાલામાંથી મેડિકલની ડિગ્રી મેળવી. પછી અંબાલાની એક હોસ્પિટલમાં...તેણે બંને વચ્ચેના સંબંધોને મંજૂરી આપી દીધી હતી.
ભગવંત માનના આ બીજા લગ્ન
32 વર્ષીય ગુરપ્રીત કૌર સીએમ ભગવંત માન (ઉંમર 48) કરતા 16 વર્ષ નાની છે. બંનેની મુલાકાત લગભગ ચાર વર્ષ પહેલા થઈ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. તેમણે 2015માં તેની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હતા. ભગવંત માન પરિણીત છે. સાથે જ પહેલાં લગ્નથી તેમને બાળકો પણ છે. આજે લગ્નની વિધિઓ આનંદ કારજ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ લગ્નમાં પિતા તરીકેની તમામ વિધિ કરી હતી. હવે બપોરનો ભોજન સમારંભ ચાલુ છે. લગ્ન પહેલા ભાભીએ માનનો રસ્તો રોક્યો હતો. ત્યારબાદ રિબન કટિંગના પૈસા પણ લેવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે પંજાબના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સીએમએ પદ પર રહીને લગ્ન કર્યા છે. 
લગ્નના થોડા સમય પહેલા ભગવંત માનની દુલ્હનએ ફોટો ટ્વિટ કર્યો
લગ્ન પહેલા ભગવંત માનની દુલ્હન ગુરપ્રીત કૌરે એક ફોટો ટ્વીટ કર્યો છે. આ સાથે તેણે 'દિન શગના દા ચઢિયા' લખ્યું છે. પંજાબના સીએમના લગ્નમાં બહુ ઓછા અને નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ જેમને બોલાવવામાં આવ્યા છે તેમના માટે શાહી મિજબાનીની જોગવાઈ છે. લગ્નમાં શું પીરસવામાં આવશે તેનું મેનુ પણ સામે આવ્યું છે. 


અકાલી દળે માનના લગ્ન પર નિશાન સાધ્યું
અકાલી દળના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા દિલજીત ચીમાએ કહ્યું કે અકાલી દળને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે દિલ્હી મોડલ બાદ હવે પંજાબ સરકાર ઈમરાન ખાન મોડલ પર આવી ગઈ છે. અહીં ચીમાએ માનના બીજા લગ્ન પર કટાક્ષ કર્યો હતો. 
ડોક્ટર ગુરપ્રીત કૌરનો પરિવાર અત્યારે ભલે પંજાબમાં રહે છે, પરંતુ તેનું પૈતૃક નિવાસ હરિયાણાના કુરુક્ષેત્રમાં છે. ગુરપ્રીત કૌરની બહેનના લગ્ન પણ રાજકીય પરિવારમાં થયા છે. તેના લગ્ન પૂર્વ કેબિનેટ મંત્રી જસવિંદરસિંહ સંધુના પુત્ર સાથે થયા હતા. સાથે જ તેમના પરિવારના કેટલાક અન્ય લોકો પણ રાજકારણ સાથે જોડાયેલા છે. ગુરપ્રીત કૌરની બે બહેનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગુરપ્રીતના પિતા કેનેડાની નાગરિકતા ધરાવે છે. ગુરપ્રીત કૌર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે લગ્ન ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે થયા છે. માનના આ બીજા લગ્ન છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ તેમને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.