Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબ CMએ ભ્રષ્ટાચારના આરોપમાં આરોગ્ય મંત્રીની કરી હકાલપટ્ટી

પંજાબથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે તેમના આરોગ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના આરોપમાં કેબિનેટથી હકાલપટ્ટી કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના નક્કર à
પંજાબ cmએ ભ્રષ્ટાચારના આરોપમાં આરોગ્ય મંત્રીની કરી હકાલપટ્ટી
પંજાબથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ તેમને કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. 
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે તેમના આરોગ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના આરોપમાં કેબિનેટથી હકાલપટ્ટી કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના નક્કર પુરાવા મળી આવ્યા છે. સિંગલા કથિત રીતે અધિકારીઓ પાસેથી ટેન્ડર પર 1 ટકા કમીશનની માગ કરી રહ્યા હતા. પાર્ટીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલને અનુરૂપ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ નિર્ણયની પ્રશંસા કરી, દાવો કર્યો કે તેમની પાર્ટી જ ઈમાનદારી અને હિંમત સાથે પોતાના નેતાઓ સામે પગલાં લઇ શકે છે. તેમણે ટ્વીટ કર્યું, "આમ આદમી પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જેની પાસે ભ્રષ્ટાચારના આધાર પર પોતાની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઈમાનદારી, હિંમત અને પ્રામાણિકતા છે. અમે તેને દિલ્હીમાં જોયું, હવે પંજાબમાં જોઈ રહ્યા છીએ. ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ. મુખ્યમંત્રી ભગવંત માનનો પ્રશંસનીય નિર્ણય. 
Advertisement

આ કડક કાર્યવાહી બાદ ભગવંત માને કહ્યું હતું કે, એક ટકા પણ ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં. લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તે અપેક્ષા પર ખરા ઉતરવું આપણી ફરજ છે. તેમણે કહ્યું, "જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ જેવો ભારત માતાનો પુત્ર અને ભગવંત માન જેવા સૈનિકો છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહાન યુદ્ધ ચાલુ રહેશે. અરવિંદ કેજરીવાલે વચન લીધું હતું કે, અમે ભ્રષ્ટાચારની વ્યવસ્થાને જડમૂળથી ઉખાડી નાખીશું, અમે બધા તેમના સૈનિકો છીએ, 1% ભ્રષ્ટાચાર માટે પણ અહીં કોઈ સ્થાન નથી.
Tags :
Advertisement

.