Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તાલિબાની સજા, આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી

વડોદરાના (Vadodara)ભાયલીમાં દલિત યુવાનને સોશીયલ મીડિયા (Social media)પર કરેલી કૉમેન્ટના કારણે માર મારવાના કિસ્સા માં ગુજરાત ફર્સ્ટ ના અહેવાલ બાદ પોલીસે યુવકને સમજાવીને તેની ફરિયાદ દાખલ કરી છે અને આરોપીઓને પકડવા પોલીસ કામે લાગી છે.વડોદરામાં યુવકને સોશીયલ મીડીયામાં કૉમેન્ટ  ભારે  પડીવડોદરામાં દલિત યુવકે સોશીયલ મીડીયામાં કૉમેન્ટ કરતાં યુવકને 6 થી 7 લોકોએ માર મારી વિડિયો સોશીયલ મીડીયામાં વાà
04:59 PM Dec 22, 2022 IST | Vipul Pandya
વડોદરાના (Vadodara)ભાયલીમાં દલિત યુવાનને સોશીયલ મીડિયા (Social media)પર કરેલી કૉમેન્ટના કારણે માર મારવાના કિસ્સા માં ગુજરાત ફર્સ્ટ ના અહેવાલ બાદ પોલીસે યુવકને સમજાવીને તેની ફરિયાદ દાખલ કરી છે અને આરોપીઓને પકડવા પોલીસ કામે લાગી છે.
વડોદરામાં યુવકને સોશીયલ મીડીયામાં કૉમેન્ટ  ભારે  પડી
વડોદરામાં દલિત યુવકે સોશીયલ મીડીયામાં કૉમેન્ટ કરતાં યુવકને 6 થી 7 લોકોએ માર મારી વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો હતો, ગભરાયેલા યુવકે ફરિયાદ કરવાનું ટાળતા આ લાચાર યુવક વતી ગુજરાત ફર્સ્ટ એ યુવક નો અવાજ બની સામાજિક જવાબદારી નિભાવી હતી.ત્યારે યુવક ને આપવામાં આવેલી તાલિબાની સજા ને લઈ દલિત સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે..સમગ્ર ઘટના ઘટયા બાદ યુવક ડરના કારણે ફરિયાદ કરાવવા તૈયાર ન હતો, પણ વિડિયો વાયરલ થયા બાદ પોલીસ યુવકને શોધતા શોધતા ભાયલી ગામ પહોચી, જ્યાં યુવક અને તેના સમાજના આગેવાનોને સમજાવી પોલીસે ફરિયાદ નોંધાવી છે.યુવક અલ્પેશ પરમારે 6 થી 7 અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે.અને પોલીસ સમક્ષ ન્યાય માટે ગુહાર લગાવી છે.જો પોલીસ વહેલી તકે આરોપીઓ ને નહિ પકડે તો આંદોલન નો માર્ગ અપનાવવાની દલિત સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
યુવક અને યુવતી ભાયલી સેવાસી રોડ પર બેઠા હતા
સમગ્ર મામલે વડોદરા ગ્રામ્યના ડી.વાય.એસપી એ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે દલિત યુવક સિંધરોટ ફરવા જતો હતો તે સમયે તેની સુરભી પટેલના નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી, બાદમાં યુવક અને યુવતી અવારનવાર મળતાં હતાં, યુવક અને યુવતી ભાયલી સેવાસી રોડ પર બેઠા હતા તે સમયે કેટલાક લોકોએ પહોંચી અલ્પેશ પરમારને માર માર્યો, માર મારવાનું સાચું કારણ હજી બહાર નથી આવ્યું. મહત્વની બાબત છે. કે પોલીસ સમગ્ર કેસમાં સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.જેમાં પોલીસને સફળતા પણ મળી છે.આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાની પણ માહિતી છે.
સોશીયલ મીડીયામાં કૉમેન્ટ કરતા વિવાદ થયો
સમગ્ર કેસમાં યુવતીનો મામલો છે કે સોશીયલ મીડીયામાં કૉમેન્ટ કરતા વિવાદ થયો તે તો આરોપીઓ પકડાયા બાદ જ સ્પષ્ટ થશે તેવું પોલીસ અધિકારી કહી રહ્યા છે.સમગ્ર મામલાને કેટલાક લોકો જાતિવાદી પર લઈ જઈ બે સમાજ વચ્ચે ઝેર ઉભુ કરવાની કોશિશ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.ધારાસભ્ય જીગ્નેશ મેવાનીએ પણ સમગ્ર મામલામાં ટ્વીટ કરી દલિત યુવાનનું લિંચિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે, પણ પોલીસ ધારાસભ્યના આક્ષેપના ખંડન કરી રહી છે. હાલ તો દલિત યુવક પર ગુજારાએલા તાલિબાની અત્યાચાર નું કારણ અકબંધ છે ત્યારે આરોપીઓ પકડાયા બાદ શું હકીકત સામે આવે છે તેના પર સૌ કોઈની નજર છે. 
Tags :
BhyliGujaratFirstpoliceTalibanPunishmentVadodarayoungSocialmedia
Next Article