Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂજ્ય હરિચરણદાસજી બાપુનું નિધન, 100 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના ગોંડલ રામજી મંદિરના અધ્યક્ષ પૂજ્ય હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે. તેમણે 100 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમણે આજે (સોમવાર) સવારે 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. પૂજ્ય હરિચરણદાસજી બાપુના નિધનના સમાચાર સામે આવ્યા બાદ તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.  આજે સવારે 8થી 4 વાગ્યા સુધી તેમના અનુયાયીઓ ગોંડલ ખાતે બાપુના અંતિમ દર્શન કàª
પૂજ્ય હરિચરણદાસજી બાપુનું નિધન  100 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ગુજરાતના ગોંડલ રામજી મંદિરના અધ્યક્ષ પૂજ્ય હરિચરણદાસજી બાપુનું નિધન થયું છે. તેમણે 100 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમણે આજે (સોમવાર) સવારે 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 
પૂજ્ય હરિચરણદાસજી બાપુના નિધનના સમાચાર સામે આવ્યા બાદ તેમના અનુયાયીઓમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.  આજે સવારે 8થી 4 વાગ્યા સુધી તેમના અનુયાયીઓ ગોંડલ ખાતે બાપુના અંતિમ દર્શન કરી શકશે. જે પછી બપોરે 4 વાગ્યે બાપુના પાર્થિવ દેહને રાજકોટ રણછોડદાસજી આશ્રમ ખાતે લાવવામાં આવશે. આવતી કાલે(મંગળવાર) સવારે 7 વાગ્યે ગોરા ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. પૂજ્ય હરિચરણદાસજી બાપુના નિધનથી ગોંડલ સ્વયંભૂ બંધ રહે તેવી પૂરી સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2020માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જતાં તેમને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી. ત્યારે વધુ સારવાર અર્થે તેમને રાજકોટ ચાર્ટડ પ્લેન મારફતે ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પૂજ્ય હરિચરણદાસજી બાપુની તબિયત ખરાબ હતી. તબિયત ખૂબ ગંભીર હોવાથી તેઓને ગોરા ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ઓક્સીજન પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના લાખો અનુયાયીઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે જલ્દી જ સ્વસ્થ્ય થઇ જાય પરંતુ વધુ તબિયત ખરાબ હોવાના કારણે અંતે તેમણે આજે સવારે 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 

Advertisement

ગુરુદેવ 1954માં ગોંડલ આવ્યા હતા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી હતી. ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે. ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ચાલે છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાપુએ સેવા પ્રસરાવી છે.

Tags :
Advertisement

.