ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

મચ્છુ માતાજીના પૂજારી કરણભાઇ અને જુવાનસિંહે 30 બાળકોને બચાવ્યા

મોરબીમાં (Morbi)રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે. આનંદની ઘડીઓ વચ્ચે અચાનક મોતનો માતમ છવાઈ ગયો હતો. તેવામાં સ્થાનિકો સહિત કેટલાય તરવૈયાઓએ મચ્છુમાં ડૂબકી લગાવી લોકોને બચાવ્યા હતા. મોરબી દુર્ઘટનામાં(Morbi Tragedy)લોકોના જીવ બચાવનાર મચ્છુ માતાજીના મંદિરના પૂજારી કરણભાઇએ ગુજરાત ફર્સ્ટની  ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે તેમના મિત્રો  સાથે મળીને  30 બાળકોનો જીવ
04:30 AM Nov 02, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
મોરબીમાં (Morbi)રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે. આનંદની ઘડીઓ વચ્ચે અચાનક મોતનો માતમ છવાઈ ગયો હતો. તેવામાં સ્થાનિકો સહિત કેટલાય તરવૈયાઓએ મચ્છુમાં ડૂબકી લગાવી લોકોને બચાવ્યા હતા. મોરબી દુર્ઘટનામાં(Morbi Tragedy)લોકોના જીવ બચાવનાર મચ્છુ માતાજીના મંદિરના પૂજારી કરણભાઇએ ગુજરાત ફર્સ્ટની  ટીમ સાથે વાત કરતા જણાવ્યું કે તેમના મિત્રો  સાથે મળીને  30 બાળકોનો જીવ બચાવ્યો હતો 
મંદિરના પૂજારી કરણભાઇએ શું કહ્યું 
મોરબીની ગોઝારી ઘટનામાં 50 જેટલા લોકોને મોતના મુખમાંથી બચાવનાર સેવકની સરાહનિય કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે. મચ્છુ નદી નજીક આવેલા એક મંદિરના પૂજારી કરણભાઇએ જણાવ્યું હતું કે, જેવી ઘટના બની એટલે તરત હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા હતા. જે બાદમાં અમે લોકોએ નદીમાં કૂદીને 50 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા. આ સાથે 20 જેટલા મૃતદેહો પણ બહાર કાઢ્યા હોવાનું સેવકે કહ્યું હતુ. જોકે નદીમાં બચવા કુદતી વખતે સેવકને પણ પગમાં ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. 
મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન યથાવત 
મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. મહત્વનું છે કે,  છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.
Tags :
GujaratGujaratFirstmorbimorbibridgecollapseMorbiTragedy