Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્નિપથ યોજનાનો બિહારમાં વિરોધ, યુવાનો રસ્તા પર ઉતર્યા, મુઝફ્ફરપુરમાં ચક્કાજામ, ટ્રેન ઉપર પણ પથ્થરમારો

સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજનાનો બિહારમાં વિરોધ શરુ થઇ ગયો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ યોજનાની જાહેરાત કર્યાના બીજા જ દિવસથી બિહારમાં હોબાળો શરુ થયો છે. આ યોજનાના વિરોધમાં યુવકોએ બક્સરમાં ટ્રેન પર પથ્થરમારો કર્યો છે. મુઝફ્ફરપુરના માદીપુરમાં ટાયરો સળગાવીને રસ્તો જામ કરવામાં આવ્યો હતો. આ સિવાય આરા અને બેગુસરાયમાં પણ ભારે હોબાળો થયો હતો. પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ à
અગ્નિપથ યોજનાનો બિહારમાં વિરોધ  યુવાનો રસ્તા પર ઉતર્યા  મુઝફ્ફરપુરમાં ચક્કાજામ  ટ્રેન ઉપર પણ પથ્થરમારો
સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજનાનો બિહારમાં વિરોધ શરુ થઇ ગયો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ યોજનાની જાહેરાત કર્યાના બીજા જ દિવસથી બિહારમાં હોબાળો શરુ થયો છે. આ યોજનાના વિરોધમાં યુવકોએ બક્સરમાં ટ્રેન પર પથ્થરમારો કર્યો છે. મુઝફ્ફરપુરના માદીપુરમાં ટાયરો સળગાવીને રસ્તો જામ કરવામાં આવ્યો હતો. આ સિવાય આરા અને બેગુસરાયમાં પણ ભારે હોબાળો થયો હતો. 
પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ ચક્કાજામ પણ કર્યો હતો. સ્થળ પર હાજર પોલીસ અને જીઆરપીના જવાનોએ યુવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ તેમની માંગ પર અડગ છે. બક્સરના રેલ્વે સ્ટેશન પર યુવાનોના હોબાળાના કારણે જન શતાબ્દી એક્સપ્રેસ લગભગ એક કલાક ત્યાં ઉભી રહી હતી. તો સાથે જ કેટલાક યુવકોએ પટના જઈ રહેલી પાટલીપુત્ર એક્સપ્રેસ પર પણ પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ રોષે ભરાયા બાદ રેલ્વે કર્મચારીઓએ મોરચો સંભાળ્યો હતો. 
Advertisement

મુઝફ્ફરપુરમાં રોડ જામ
મુઝફ્ફરપુરમાં બુધવારે સેનામાં જવા ઇચ્છતા ઉમેદવારોએ ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું હતું. અહીં પહોંચેલા સેંકડો યુવાનોએ લાકડીઓ સાથે રોડ પર પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા યુવાનોએ માદીપુરમાં આગ ચાંપી અને રોડ બ્લોક કરી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઉમેદવારોને સમજાવ્યા બાદ રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉમેદવારોએ કહ્યું હતું કે જ્યાં સુધી આર્મી ઓફિસર તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી તેઓ રસ્તો છોડશે નહીં. આ પછી પોલીસે અહીં લાઠીચાર્જ કર્યો હતો. 
ચાર વર્ષની નોકરી સામે વિરોધ
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોનું કહેવું છે કે સાંસદ-ધારાસભ્યને 5 વર્ષનો સમય મળે છે તો અમને ચાર વર્ષ કેમ? 4 વર્ષમાં શું થશે? અમારી પાસે પેન્શનની સુવિધા પણ નથી. 4 વર્ષ પછી રસ્તા પર આવી જઇશું. આર્મી ઉમેદવારોએ સેનાની ભરતીમાં TOT દૂર કરવાની માંગ કરી હતી.
Tags :
Advertisement

.