Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટશે, હવે ત્રણના બદલે આટલા મહિના બાદ બીજો ડોઝ લઇ શકાશે

ભારતમાં થયેલું અને હજુ પણ ચાલી રહેલું કરોના રસીકરણ દુનિયા માટે ઉદાહરણ રુપ છે. ભારતે ખૂંબ ટૂંકા સમયમાં વસતીના મોટા હિસ્સાને કોરોના રસી આપી છે. ત્યારે હવે આ પ્રયાસ વધારે ઝડપી બનશે. ભારતમાં રસીકરણ માટેના નિયમો નક્કી કરવા સરકાર દ્વારા સ્થપાયેલી ટાસ્ક ફોર્સ (NTAGI)એ કોરોના રસી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. NTAGI દ્વારા કોવિશીલ્ડના પ્રથમ ડોઝ બાદ 8-16 અઠવાડિય
01:56 PM Mar 20, 2022 IST | Vipul Pandya
ભારતમાં થયેલું અને હજુ પણ ચાલી રહેલું કરોના રસીકરણ દુનિયા માટે ઉદાહરણ રુપ છે. ભારતે ખૂંબ ટૂંકા સમયમાં વસતીના મોટા હિસ્સાને કોરોના રસી આપી છે. ત્યારે હવે આ પ્રયાસ વધારે ઝડપી બનશે. ભારતમાં રસીકરણ માટેના નિયમો નક્કી કરવા સરકાર દ્વારા સ્થપાયેલી ટાસ્ક ફોર્સ (NTAGI)એ કોરોના રસી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. NTAGI દ્વારા કોવિશીલ્ડના પ્રથમ ડોઝ બાદ 8-16 અઠવાડિયા પછી બીજો ડોઝ લેવા માટેની ફોર્મ્યુલાને મંજૂરી આપી છે.
પહેલા ત્રણ મહિને બીજો ડોઝ મળતો
ઉલ્લેખનીય છે કે આ પહેલા કોવીશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેની સમય મર્યાદા 12 થી 16 અઠવાડિયાની હતી. જો કે આ નવા પ્રસ્તાવને રસીકરણ અભિયાનમાં ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે કંઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મળતી માહિતિ પ્રમાણે વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા કેટલાક તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસના આધારે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ કોવિશિલ્ડનો બીજો ડોઝ આઠ અઠવાડિયા પછી એટલે કે બે મહિના બાદ આપવામાં આવશે. સમય મર્યાદા ઘટવા છતા રસીના કારણે શરીરમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝની પ્રતિક્રિયા, ત્રણ મહિના બાદ જે બીજો ડોઝ આપ્યા બરાબર હશે.
કોવેક્સિનના ડોઝમાં કોઇ ફેરફાર નહીં
જો કે, NTAGIએ ભારત બાયોટેકની કોવેક્સિનના ડોઝની સમય મર્યાદા અંગે કોઈ પ્રસ્તાન કર્યો નથી. ભારત બાયોટેકની કોવેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર છે. જો સરકાર કોવિશીલ્ડ અંગેના આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો લોકોને કોવિશીલ્ડનો બીજો ડોઝ ઝડપથી મળશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેથી ભારતમાં પણ ચોથી લહેરનું જોખમ વધ્યું છે. જેના કારણે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટ્યું તે સારા સમાચાર ગણી શકાય. આ પહેલા 13 મે  2021ના રોજ કેન્દ્ર સરકારે કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર 6 થી 8 અઠવાડિયાથી વધારીને 12 થી 16 અઠવાડિયા કર્યું હતું. 
Tags :
CoronaVaccineCovishielddosesGujaratFirstvaccine
Next Article