Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વેલેનટાઈન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે

સામાન્ય રીતે આજની પેઢીમાં વેલેન્ટાઈન ડેની ખુબ જ ઘેલછા જોવા મળે છે. એમાંય જેમ પ્રસંગ પૂર્વે જે તે પ્રસંગને અનુરુપ પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે, તે જ રીતે યુવાવર્ગ વેલેન્ટાઈન ડે પૂર્વે એક સપ્તાહ અગાઉથી જ વેલેન્ટાઈન ડેની તૈયારીમાં જોડાઈ જતા હોય છે. આજની યુવાપેઢી માટે તો વેલેન્ટાઈન ડે જાણે એક તહેવાર જ બની ગયો છે. આજના મોર્ડન યુગમાં વેલેન્ડાઇન ડે પૂર્વેના એક સપ્તાહની વેલેન્ટાઇન વà«
06:58 AM Feb 08, 2022 IST | Vipul Pandya

સામાન્ય રીતે આજની
પેઢીમાં વેલેન્ટાઈન ડેની ખુબ જ ઘેલછા જોવા મળે છે. એમાંય જેમ પ્રસંગ પૂર્વે જે તે
પ્રસંગને અનુરુપ પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે
, તે જ રીતે યુવાવર્ગ વેલેન્ટાઈન ડે પૂર્વે એક સપ્તાહ
અગાઉથી જ વેલેન્ટાઈન ડેની તૈયારીમાં જોડાઈ જતા હોય છે. આજની યુવાપેઢી માટે તો
વેલેન્ટાઈન ડે જાણે એક તહેવાર જ બની ગયો છે. આજના મોર્ડન યુગમાં વેલેન્ડાઇન ડે
પૂર્વેના એક સપ્તાહની વેલેન્ટાઇન વીક તરીકે ઉત્સાહભેર ઉજાણી કરવામાં આવી રહી છે.

 

14 ફેબ્રુઆરીએ
ઉજવાતા વેલેન્ટાઈન ડેની તૈયારીઓ યુવાપેઢી
7 ફેબ્રુઆરીથી જ શરુ કરી દે છે. વેલેન્ટાઈન વીકમાં આવતા દરેક દિવસને એક ખાસ
વિષય સાથે સાંકળીને હરખભેર ઉજવવામાં આવી રહયો છે
, ત્યારે વેલેન્ટાઈન ડે પૂર્વે વેલેન્ટાઈન વીકમાં ઉજવાતા
દિવસોની વાત કરીએ તો આ ખાસ વીકનો પહેલો દિવસ રોઝ ડે
, બીજો દિવસ પ્રપોઝ ડે, ત્રીજો દિવસ ચોકોલેટ ડે, ચોથો દિવસ ટેડી ડે, પાંચમો દિવસ પ્રોમિસ ડે, છઠ્ઠો દિવસ હગ ડે, સાતમો દિવસ કિસ ડે અને છેવટે આવે છે એ દિવસ જેની યુવાઓ
અને પ્રેમી યુગલો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ દિવસ પ્રેમનો દિવસ એટલે કે વેલેન્ટાઈન
ડે.


આજે વેલેન્ટાઈન
વીકનો એ બીજો પ્રેમભર્યો દિવસ છે
, એટલે
કે પ્રપોઝ ડે. પ્રપોઝ એટલે કે પ્રસ્તાવ
, ટૂંકમાં આજનો દિવસ એટલે પ્રસ્તાવ રજૂ કરવાનો દિવસ, મનમાંને મનમાં કોઈને વરી ચૂકેલા કે કોઈના મોહમાં ઘેલા
થયેલા યુવક-યુવતીઓ તેમના પસંદગીના પાત્ર સામે તેમના પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરે છે.
કદાચ આજના દિવસની
, આજની એ
રોમાંચક ક્ષણોની યુવાઓ ન જાણે કેટલાય સમયથી રાહ જોઈને બેઠા હોય છે. આ એ દિવસ છે
જ્યાં કોઈના હૃદયમાં ફુટેલું પ્રેમનું અંકુર બાગ બનીને ખીલી ઉઠે છે
, તો કોઈનાં હૃદયમાં ફુટેલુ અંકુર ખીલવા પહેલા જ
કરમાઈ જાય છે.

 

 આમ, તો પ્રેમ કોઈ ખાસ વસ્તુ, કોઈ
ખાસ સમય કે કોઈ ખાસ દિવસનો મોહતાજ નથી
, પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ સમય કે ખાસ વસ્તુની પણ આવશ્યકતા નથી,
પ્રેમ તો એ સુગંધ છે, જેટલો વધારે વહેંચશો એટલો એ વધુ ખીલીને મોહરી
ઉઠશે. હા
, એ અલગ વાત છે કે પ્રેમ
વ્યક્ત કરવું જરૂરી છે. અને કરવું જ જોઈએ જેથી સમય જતા વસવસો ન રહે. જો કે પ્રેમ
વ્યક્ત કરવાની બધાની રીત અલગ-અલગ હોય એ વાતમાં પણ શંકાને કોઈ જ સ્થાન નથી. માણસ
પોતાની ક્ષમતા અને પસંદ - નાપસંદને અનુરૂપ પ્રેમ વ્યક્ત કરવાનો માર્ગ પસંદ કરતા
હોય છે.

 

તો ચાલો, આજે તમે પણ પસંદ કરો તમારો પ્રેમ વ્યક્ત કરવાનો માર્ગ અને  તમારો
પ્રેમ મનમાં ન રાખી મુક્તા તમારા પ્રિયજનની સામે મુક્તમને તમારો પ્રેમ અભિવ્યક્ત
કરો.અને ઉજવો આજનો દિવસ તમારા મનના માણીગર સાથે.

Tags :
proposedayvalentineweek
Next Article