ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રોપર્ટી ડીલર અંકલ મમ્મીને મળવા આવતા હતાં, પપ્પાએ કહ્યું; 'જો હું હોત તો મેં પિસ્તોલ ઉપાડીને ગોળી મારી હોત'

PUBGના કારણે માતાની હત્યા કરનાર લખનૌના કેસની વાર્તા હવે એક નવા વળાંક પર પહોંચી છે. સગીર પુત્ર હવે ઘરમાં 'ત્રીજી વ્યક્તિ'ના પ્રવેશને કારણે માતાની હત્યાને યોગ્ય ઠેરવી રહ્યો છે. જો કે, હજુ પણ બાળક માતાના અફેરથી ઉશ્કેરાયેલો છે, સાથે જ પિતાની ઉશ્કેરણીથી કરાઈ હતી હત્યા કરી તેવું કબૂલી રહ્યો છે. પરંતુ તે સતત ખુલાસાઓથી સ્પષ્ટ છે કે પુત્રનો ઈરાદો પહેલાથી જ સ્પષ્ટ હતો અને તેને તેના પિતાનો સતત
07:03 AM Jun 17, 2022 IST | Vipul Pandya
PUBGના કારણે માતાની હત્યા કરનાર લખનૌના કેસની વાર્તા હવે એક નવા વળાંક પર પહોંચી છે. સગીર પુત્ર હવે ઘરમાં 'ત્રીજી વ્યક્તિ'ના પ્રવેશને કારણે માતાની હત્યાને યોગ્ય ઠેરવી રહ્યો છે. જો કે, હજુ પણ બાળક માતાના અફેરથી ઉશ્કેરાયેલો છે, સાથે જ પિતાની ઉશ્કેરણીથી કરાઈ હતી હત્યા કરી તેવું કબૂલી રહ્યો છે. પરંતુ તે સતત ખુલાસાઓથી સ્પષ્ટ છે કે પુત્રનો ઈરાદો પહેલાથી જ સ્પષ્ટ હતો અને તેને તેના પિતાનો સતત સહયોગ મળતો હતો. જણાવી દઈએ કે પિતા આર્મીમાં નોકરીના કારણે પશ્ચિમ બંગાળમાં પોસ્ટેડ છે. 
PUBG મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. માતા  પ્રોપર્ટી ડિલરને મળતી હોવાથી પિતાએ પુત્રને હત્યા માટે ઉશ્કેર્યો હતો. અને પોલીસે પબજીનો મામલો રચ્યો હતો. લખનઉમાં PUBG હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે જેણે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. આ નવા વળાંકથી પોલીસ પર પણ સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ પિતાની ઉશ્કેરણી પર પુત્રએ માતાની હત્યા કરી હતી. તેની હત્યા પાછળનું કારણ પોલીસ દ્વારા અગાઉ જણાવ્યા મુજબ PUBG ગેમ ન હતી. એક મોટા પ્નોપર્ટી ડિલરને બચાવી શકાય તે માટે પોલીસે આ ગેમ વાળી આખી વાર્તા ઘડી હતી. ઉલ્લેખનીય છે કે પુત્રએ સૌથી પહેલા પિતાને વીડિયો કોલ દ્વારા માતાની હત્યા કરવાની વાત જણાવી હતી. આ સિવાય તેણે આસનસોલમાં તૈનાત લશ્કરી પિતાને કહ્યું હતું કે એક પ્રોપર્ટી ડીલર ઘરમાં આવે છે અને માતા તેની સાથે મિત્રતા કરે છે. પુત્રએ પિતાને કહ્યું કે અંકલ તેની માતાને મળવા આવે છે. આ અંગે પિતાએ પુત્રને કહ્યું હતું કે જો હું ત્યાં હોત તો પિસ્તોલ ઉપાડી ડિલર અને તારી માતા બંનેને ગોળી મારી દીધી હોત. હવે તું તેને જે યોગ્ય લાગે તે કર. પિતાની આ જ વાત સાંભળીને પુત્ર ગુસ્સે થયો અને તેણે લાગ જોઇ માતાની હત્યા કરવાની યોજના બનાવી.
પુત્રએ બાળ કલ્યાણ સમિતિને કહ્યું કે 'જ્યારે પિતા ઘરમાં નહોતા ત્યારે પ્રોપર્ટી ડીલર અંકલ માતાને મળવા આવતા હતા. આ જોઈને મને બહુ ખરાબ લાગ્યું. મેં એક દિવસ મારા પિતાને આ વિશે ફરિયાદ કરી. જે બાદ પિતા અને માતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે પછી પિતાએ માતાએ મને ખૂબ માર પણ માર્યો. ત્યારથી મને પણ મમ્મી પર ખૂબ ગુસ્સો આવતો હતો. તેણે વધુમાં જણાવ્યું કેઆ બનાવ બાદ તેની માતા તેને અલગ-અલગ બાબતો પર ઘણી વાર મારતી હતી અને ખાવાનું આપતી નહોતી. તેણે દરેક વખતે તેના પિતાને આ અંગે ફરિયાદ  કહી. તેને ગુસ્સે પણ હતો કે 'પપ્પા ઘરમાં શું ચાલી રહ્યું છે તે બધું જ જાણતા હતા અને તેના માટે ગુસ્સો પણ કરતા હતા પણ કશું કર્યું નથી. એટલા માટે તેણે પોતાની જ માતાને ગોળી મારી. 
ઉલ્ખેનીય છે કે લખૌનના પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારની યમુનાપુરમ કોલોનીમાં ગત 4 જૂને 16 વર્ષના છોકરાએ તેની માતાને ગોળી મારી દીધી અને તેના મૃતદેહને બે દિવસ સુધી રૂમમાં બંધ રાખ્યો, ત્યારબાદ મંગળવારે પશ્ચિમ બંગાળના આસનસોલમાં તૈનાત સેનાના જવાન એવા તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. ઘટના સમયે છોકરાની 9 વર્ષની બહેન પણ ઘરમાં હતી. છોકરાએ તેને ધમકાવીને બીજા રૂમમાં બંધ કરી દીધી હતી. તે જ સમયે, માતાના મૃતદેહમાંથી નીકળતી  ગંધને છૂપાવવા તેણે રૂમ સ્પ્રેનો ઉપયોગ પણ કર્યો હતો. 
Tags :
CrimeGujaratFirstLucknowNewsPUBGPubgGame
Next Article