Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પહેલીવાર જોવા મળ્યો પ્રિયંકા ચોપરાની દીકરીનો ચહેરો, ફેન્સ બોલ્યા આ તો બિલકુલ...

બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પહેલીવાર તેની પુત્રી માલતી મેરીનો ચહેરો પબ્લિકમાં જાહેર કર્યો છે. આ પહેલા પ્રિયંકા અને નિક જોનસ તેની પુત્રીને લઇને હંમેશા ચર્ચામાં બની રહેતા હતા. પ્રિયંકાના ફેન તેની પુત્રીનો ચહેરો જોવા માંગતા હતા, તેઓ ઘણીવાર પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવતા ફોટામાં કોમેન્ટ કરી માલતીનો ચહેરો દેખવાની વિનંતી કરતા આવ્યા છે. જોકે તેમની રાહ જોવાની ક્ષણàª
05:52 AM Jan 31, 2023 IST | Vipul Pandya
બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પહેલીવાર તેની પુત્રી માલતી મેરીનો ચહેરો પબ્લિકમાં જાહેર કર્યો છે. આ પહેલા પ્રિયંકા અને નિક જોનસ તેની પુત્રીને લઇને હંમેશા ચર્ચામાં બની રહેતા હતા. પ્રિયંકાના ફેન તેની પુત્રીનો ચહેરો જોવા માંગતા હતા, તેઓ ઘણીવાર પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવતા ફોટામાં કોમેન્ટ કરી માલતીનો ચહેરો દેખવાની વિનંતી કરતા આવ્યા છે. જોકે તેમની રાહ જોવાની ક્ષણનો હવે અંત આવ્યો છે. દેશીગર્લે તેની પુત્રી માલતીનો ફોટો હવે જાહેર કરી દીધો છે. 
આખરે પ્રિયંકા ચોપરાની પુત્રીનો ચહેરો દુનિયા સમક્ષ થયો જાહેર
બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાનો ચાર્મ ફેલાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનસ સાથે ખૂબ જ વ્યસ્ત લાગે છે. હાલમાં, પ્રિયંકા ચોપરા માલતી મેરીના ઉછેરમાં વ્યસ્ત છે. તે આ દિવસોમાં પોતાના ફિલ્મના કામમાંથી બ્રેક લઈને દીકરીને સમય આપી રહી છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જો કે અત્યાર સુધી તેણે પોતાની નાનકડી પરીનો ચહેરો લોકોને બતાવ્યો ન હતો, પરંતુ આ વખતે તેણે તેમ ન કર્યું અને આખરે પ્રિયંકા ચોપરા જોનસની પુત્રી માલતી મેરીનો ચહેરો દુનિયા સમક્ષ જાહેર થયો. 

પ્રિયંકાએ નિકનો એક વીડિયો પોસ્ટ કર્યો તેમા જોવા મળ્યો માલતીનો ફેસ
પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતીનો ચહેરો પ્રથમ વખત જાહેર થવાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. તેણે નિકનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં માલતીનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. માલતી તેની માતાના ખોળામાં બેઠેલી જોવા મળી હતી. અભિનેત્રી બ્રાઉન બોડીકોન ડ્રેસમાં અદભૂત દેખાતી હતી. થોડા સમય પહેલા વોગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે તેણે સરોગસીનો સહારો કેમ લીધો. દેસી ગર્લએ કહ્યું હતું કે, મને મેડિકલ પ્રોબ્લેમ હતો, તે એક જરૂરી પગલું હતું અને હું ખૂબ જ આભારી છું કે હું એવી સ્થિતિમાં હતી જ્યાં હું તે કરી શકી. અમારા સરોગેટ ખૂબ ઉદાર, દયાળુ, મીઠી અને રમુજી હતા. તેમણે છ મહિના સુધી અમારા માટે આ અમૂલ્ય ભેટની કાળજી લીધી.
માલતીનો ચહેરો કોના જેવો લાગે છે તે અંગે શું કહે છે ફેન્સ?
એક યુઝરે લખ્યું છે કે, OMG તમારી દીકરી તમારા પતિનો DNA છે. એકે લખ્યું છે, આખરે અમને તમારી દીકરીનો ચહેરો જોવા મળ્યો. એક કોમેન્ટ છે, અરે બાળકીનો ચહેરો દેખાડવામાં આવ્યો. એકે લખ્યું છે, મેં માલતી મેરીને જોઈ છે, તે ખૂબ જ સુંદર છે, તેના પિતા જેવી દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં વિદેશી સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. આ પછી, જાન્યુઆરી 2022 માં, દંપતીએ સરોગસી દ્વારા પુત્રી માલતી મેરી ચોપરા જોનસનું આ દુનિયામાં સ્વાગત કર્યું. તાજેતરમાં જ માલતી મેરી એક વર્ષની થઈ ગઈ છે અને હવે પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરીનો ચહેરો લોકોને બતાવ્યો છે. વળી, એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે તેણે તબીબી સમસ્યાઓના કારણે માતા બનવા માટે સરોગસીનો સહારો લીધો હતો.
આ પણ વાંચો - પાણીમાં ફોટોશૂટ કરાવી Janhvi Kapoor એ ફેન્સને કર્યા પાણી-પાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BollywoodentertainmentFirstTimeGujaratFirstHollywoodNewsNickJonesPriyankaChopraPriyankaChopra'sdaughter'sface
Next Article