ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચોટીલા - રાજકોટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે અચાનક આગ

અમદાવાદ-રાજકોટ હાઈવે પર વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાને કારણે એમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં મોત થયું છે, જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.વૃદ્ધાનું મોતઅમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે 'આપાગીગાના ઓટલા' પાસેથી પસાર થઈ à
10:12 AM Dec 28, 2022 IST | Vipul Pandya
અમદાવાદ-રાજકોટ હાઈવે પર વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાને કારણે એમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં મોત થયું છે, જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વૃદ્ધાનું મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે 'આપાગીગાના ઓટલા' પાસેથી પસાર થઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની ચાલુ બસમાં અચાનક આગ લાગી હતી. એને કારણે બસમાં સવાર મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. બસ ઊભી રાખી દેવાતાં મુસાફરો નીચે ઊતરવા લાગ્યા હતા. જોકે બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતાં મોત નીપજ્યું હતું.
વહેલી સવારે આગ
જ્યારે અન્ય મુસાફરો દાઝી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચોટીલા પાસે પરોઢિયે બનેલા આગના બનાવમાં 70 વર્ષીય વૃદ્ધાનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે. મૃતક વૃદ્ધા નોઈડાના રહેવાસી અને તેમનું નામ લતા પ્રભાકર મેનન હોવાનું જાણવા મળ્યું છે. આગનું કારણ FSLની તપાસ બાદ જાણવા મળશે.
વાપીથી સોમનાથ જતી બસમાં આગ
વાપીથી નીકળેલી અને સોમનાથ જતી બસ ચોટીલા નજીક આવેલા ધાર્મિક સ્થાન આપા ગીગાના ઓટલા પાસે પહોંચતાં અચાનક શોર્ટસર્કિટને કારણે આગ લાગી જતાં ચાલકે બસને હાઈવે પરથી સાઈડમાં લીધી હતી અને તરત જ પેસેન્જરોને ઉતારવા તજવીજ હાથ ધરી હતી. અનેક મુસાફરોના માલ સામાન બસમાં રાખ્યા હતા તે પણ આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે આ બનાવને પગલે પાલિકાની ફાયર ફાયટર ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બસમાં લાગેલ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો - PM મોદીના માતાશ્રી હીરાબાને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentChotilaRajkotHighwayFireBrokeOutGujaratFirstluxurybus
Next Article