મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વડાપ્રધાનના હસ્તે અનાવરણ, મોરબી અને કાઠિયાવાડ વિશે શું કહ્યું?
હનુમાન જયંતિના પાવન અવસર પર આજે ગુજરાતના મોરબીમાં સ્થાપિત 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મોરબીમાં ખોખરા હનુમાનજી ધામ ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ મૂર્તિનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ વડે ઉ્દઘાટન કર્યુ છે. કેશવાનંદ બાપુના આશ્રમમાં સ્થાપિત આ મૂર્તિના અનાવરણ પ્રસંગે સંખ્યામાં સંતો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ મબૂàª
Advertisement

હનુમાન જયંતિના પાવન અવસર પર આજે ગુજરાતના મોરબીમાં સ્થાપિત 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મોરબીમાં ખોખરા હનુમાનજી ધામ ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલી આ મૂર્તિનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ વડે ઉ્દઘાટન કર્યુ છે. કેશવાનંદ બાપુના આશ્રમમાં સ્થાપિત આ મૂર્તિના અનાવરણ પ્રસંગે સંખ્યામાં સંતો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ મબૂર્તિનું અનાવરણ કરીને સંબોધન પણ કર્યુ હતું.
વડાપ્રધાને કહ્યું કે હનુમાન જયંતિના પાવન અવસર પર સમસ્ત દેશવાસીઓને શુભકામના. આ પાવન અવસર પર આજા મોરબીમાં આ ભવ્ય મૂર્તિનું લોકોર્પણ થયું છે. જે દેશ અને દુનિયાભરના હનુમાન ભક્તો માટે, રામ ભક્તો માટે ઘણું સુખદાયી છે. મારું આ સૌભાગ્ય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં માતા અંબાજી, ઉમિયાધામ અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ મળ્યા છે. આજે મને મોરબીમાં હનુમાનજીના આ કાર્યક્રમમાં તથા સંતોના સમાગમમાં જોડાવાનો અવસર મળ્યો છે.
હનુમાનજીની આ પ્રકારની 108 ફૂટ ઉંચી પ્રતિમા દેશના અલગ અલગ ચાર ખુણામાં સ્થાપિત કરવામાં આવી રહી છે. શિમલામાં આવી જ એક ભવ્ય પ્રતિમા છેલ્લા કેટલાક વર્ષોથી આપણ જોઇએ છીએ. આજે મોરબીમાં આ બીજી પ્રતિમા સ્થાપિત થઇ છે. બે અન્ય મૂર્તિઓને દક્ષિમમાં રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં સ્થાપિત કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ માત્ર પ્રતિમા સ્થાપનનો સંકલ્પ નથી, પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો ભાગ પણ છે. હનુમાનજી પોતાની ભક્તિ વડે, સેવાભાવ વડે બધાને જોડે છે. દરેક વ્યક્તિ હનુમાનજીમાંથી પ્રેરણા મેળવે છે. હનુમાનજીએ વનબંધુઓને માન-સન્માનનો અધિકાર અપાવ્યો છે. માટે એક ભારત શ્રેષ્ઠ ભારતના હનુમાનજી પણ એક ભાગ છે.
.jpg)
સૌના સાથ અને સૌના પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ ભગવાન રામનું જીવન છે. જેમાં હનુમાનજી ખૂબ જ મહત્વનું સૂત્ર રહ્યા છે. દરેકના પ્રયાસની આ ભાવના સાથે આપણે સ્વતંત્રતાના અમૃત કાળને ઉજ્જવળ કરવાનો છે, રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિ માટે એકત્ર થવું પડશે. હજારો વર્ષોથી બદલાતી પરિસ્થિતિઓ છતાં ભારતના અડગ રહેવામાં આપણી સભ્યતા અને સંસ્કૃતિએ મોટી ભૂમિકા ભજવી છે. આપણી આસ્થા અને સંસ્કૃતિનો પ્રવાહ સદ્ભાવ, સમાવેશ, સમતાનો છે. જ્યારે અનિષ્ટ પર સત્ય અને ધર્મની સ્થાપના કરવાની વાત આવી ત્યારે ભગવાન રામે સક્ષમ હોવા છતાં દરેકને સાથે લઈ જવાનું, સમાજના દરેક વર્ગના લોકોને જોડવાનું કામ કર્યું.
ત્યારબાદ વડાપ્રધાને ગુજરાતીમાં સંબોધન શરુ કર્યુ હતું. તેમણે કહ્યું કે ખોખરા હનુમાનધામ સાથે મારો નાતો કર્મ અને મર્મનો રહ્યો છે, વર્ષો પહેલા પણ ઘણી વાર ત્યાં આવતો. અને બાપુ સાથે વાતચીત પણ કરતો હતો. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રની ધરતી સંત-શૂરા અને દાતાની ભૂમિ છે, આ આપણી આગવી ઓળખ છે.
વડાપ્રધાને મોરબીના પણ વખાણ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે મોરબી આજે દેશ દુનિયામાં તેની પ્રોડક્ટ્સ વેચે છે અને વિશ્વ પ્રસિદ્ધ બની ગયું છે. મચ્છુ હોનારત પછી મોરબીએ શિખવાડ્યું કે તે પ્રકારની ઘટનાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? જે કચ્છમાં ભૂકંપ વખતે અનુભવ સ્વરૂપે ઘણું કામ લાગ્યું હતું. મોરબીમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે તેના કારણે રોજગારોની નવી તકો ઊભી કરી છે અને નાનાં ઉદ્યોગોનું કેન્દ્ર બની ગયું છે. કાઠીયાવાડ એક પ્રકારે યાત્રાધામોનું કેન્દ્ર બની ગયું છે. હજારોની સંખ્યામાં યાત્રિકો આજે કાઠિયાવાડમાં આવે છે.
Advertisement