Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના કરશે દર્શન

આવતી કાલે ગુજરાતનું ગૌરવ અને વિકાસ પુરુષ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે આવતી કાલે પણ વડાપ્રધાન અનેક વિકાસ કામોની ગુજરાતને ભેટ આપવાના છે. ત્યારે હાલમાં સમાચાર છે કે વડાપ્રધાનશ્રી તેમના કુળદેવી મોઢેશ્વરી માતાજીના મંદિરે પણ દર્શન કરવા જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2003માં જ્યારે ગુજરાતના ત્તત્કાલીન સી.એમ à
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના કરશે દર્શન

આવતી કાલે ગુજરાતનું ગૌરવ અને વિકાસ પુરુષ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે આવતી કાલે પણ વડાપ્રધાન અનેક વિકાસ કામોની ગુજરાતને ભેટ આપવાના છે. ત્યારે હાલમાં સમાચાર છે કે વડાપ્રધાનશ્રી તેમના કુળદેવી મોઢેશ્વરી માતાજીના મંદિરે પણ દર્શન કરવા જવાના છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2003માં જ્યારે ગુજરાતના ત્તત્કાલીન સી.એમ હતાં તે સમયે  પ્રથમ વાર અહી દર્શન કરવા આવ્યાં હતાં , ત્યારે હવે આવતી કાલે  તેઓ બીજી વખત કુળદેવીનાં દર્શને આવશે. જેથી મોઢેશ્વરી માતાજી મંદિરે  પણ દેશના પનોતા પુત્ર અને દેશની વડાપ્રધાનના આગમનને લઈને કરાઈ તૈયારીઓ કરાઇ રહ્યી છે. 
આ મુલાકાતમાં પી.એમ નરેન્દ્ર મોદી મોઢેશ્વરી માતાજી અને ભટ્ટારીકા માતાજીના પણ દર્શનાર્થે જશે.  સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુળદેવી મા મોઢેશ્વરીની વિષેશ પૂજા અર્ચના પણ કરશે. સાથે જ મોઢેશ્વરી માતાજી મંદિરમાં માતાજીની આરતીનો પણ લાભ લેશે. વડાપ્રધાની ખાસિયત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઇ મંદિરે જાય છે તો ત્યાં કોઇ જરૂર હોય તો તે ત્યારે તમામ પ્રકારની મદદ પણ કરે છે.
આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મોઢેશ્વરી માતાજી મંદિર ત્રણ વખત ખંડિત થયેલું છે, છેલ્લે ઇ. સ.1962માં મંદીરનો જીર્ણોધ્ધાર થયેલો, તે વખતના વિરમગામના વતની નાથુભાઈ વકીલ જે પાટણમાં વકીલાત કરતા  તેમણે પ્રણ લીધું હતું કે જ્યાં સુધી માતાજીનો જીર્ણોધ્ધાર નહિ કરું ત્યાં સુધી માથે પાઘડી અને પગે મોજડી નહિ પહેરું.  ત્યારબાદ તે સમયે 1962માં મંદિરનો જીર્ણોધ્ધાર થયો હતો. મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ મોદી, મોઢ પટેલ એમ ચાર જ્ઞાતિના મોઢેશ્વરી માતાજી  કુળદેવી છે. દર વર્ષે મહાસુદ તેરસે માતાજીનો જન્મ દિવસ હોય છે જ્યારે અહીં મોટા ઉત્સવની ઉજવણી રથયાત્રા યોજાય છે.
Tags :
Advertisement

.