Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે સંવાદ કરતા રહે છે, જાણો રોચક વાતો

17મી સપ્ટેમ્બર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને જન્મ દિવસ છે. દેશના એક એવા વડાપ્રધાન, જે લોકો સાથે સતત સંપર્કમાં રહે છે. એક એવા વડાપ્રધાન જે સમાજના દરેક વર્ગ સાથે તબક્કાવાર તેમજ સમય સમય પર સીધો સંવાદ કરે છે. દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત રેડિયો પર કરે છે તો સમયાંતરે જનસંવાદ પણ લોકો સાથે કરતા રહે છે. લોકોના મત જાણે અને એમની લાગણીથી દૂરંદેશી નિર્ણયો સાથે લોકોને લાભ પહોંચાડવાનું કà
07:30 AM Sep 16, 2022 IST | Vipul Pandya
17મી સપ્ટેમ્બર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને જન્મ દિવસ છે. દેશના એક એવા વડાપ્રધાન, જે લોકો સાથે સતત સંપર્કમાં રહે છે. એક એવા વડાપ્રધાન જે સમાજના દરેક વર્ગ સાથે તબક્કાવાર તેમજ સમય સમય પર સીધો સંવાદ કરે છે. દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત રેડિયો પર કરે છે તો સમયાંતરે જનસંવાદ પણ લોકો સાથે કરતા રહે છે. લોકોના મત જાણે અને એમની લાગણીથી દૂરંદેશી નિર્ણયો સાથે લોકોને લાભ પહોંચાડવાનું કાર્ય કરે.. એમનું નામ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી. 
માતા હીરાબા સાથે સંવાદ 
સૌથી પહેલા વાત કરીશું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથેના સંવાદની. પહેલા ગુજરાતમાં હતા ત્યારે અને અત્યારે દિલ્હીમાં છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સમય મળતા જ માતાને મળી તેમની સાથે વાતચીત  કરે છે. જીવનમાં આપણે ગમે એટલા આગળ વધી જઇએ પણ માતા આપણા જીવનમાં ઉચ્ચ સ્તરે જ હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પણ સમયાંતરે માતા હીરાબાને મળવા પહોંચી જાય છે. થોડા સમય પહેલાં જ માતા હીરાબાને 100 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાનશ્રી જન્મદિવસે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા અને તેમના ચરણકમળ ધોઇને તેમના આશિર્વાદ લીધા હતા અને માતા સાથે સંવાદ કર્યો હતો. 

મહિલાઓ સાથે સંવાદ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હંમેશા નારીશક્તિને પ્રોત્સાહન આપતા રહેતા હોય છે અને મહિલાઓ સાથે સંવાદ કરવાનું ચુકતા નથી. અવાર નવાર તેઓ મહિલાઓ સાથે વાતચીત કરી તેમની પાસેથી પણ જાણવાની કોશિશ કરતા રહે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ખાદી સાથે એક ખાસ લાગણીના તાંતણે બંધાયેલા છે અને એટલે જ તેઓ અવારનવાર ખાદીના પોશાકમાં નજરે પડતા હોય છે. ખાદી મહોત્સવ દરમિયાન તેમણે ચરખા કાંતતી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. બહેનોને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કેવી રીતે ભૂલી શકે.. રક્ષાબંધનના અવસરે તેમણે નાની નાની બાળાઓ પાસે રક્ષાસૂત્ર બંધાવ્યું હતું અને તમામ બાળાઓના નામ પૂછીને તેમની સાથે સંવાદ કર્યો હતો.
લાભાર્થીઓ સાથે સંવાદ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી હંમેશા લોકહિતાર્થ માટે અનેક યોજનાઓનું લોકાર્પણ કરતા રહેતા હોય છે અને યોજનાનું લોકાર્પણ તો કરે જ છે પણ આ યોજનાઓથી લાભાર્થીઓને કેટલો ફાયદો થાય છે તે પણ જાણતા રહેતા હોય છે. 
ખેડૂતો સાથે સંવાદ
 ખેડૂતો સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને એક ખાસ પ્રકારની લાગણી છે અને તેઓ હંમેશા તેમની કામગીરીને બિરદાવતા આવ્યા છે. તેમની સાથે પણ અનારનવાર સંવાદ કરીને તેઓ ખેડૂતોની મુશ્કેલીઓ પણ જાણવાના પ્રયાસ કરતા રહે છે.

સૈનિકો સાથે સંવાદ 
જય જવાન, જય કિસાન.. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ન માત્ર ખેડૂતો પણ સાથે સાથે જવાનોનો પણ વારંવાર ઉત્સાહ વધારવા માટે તેમની મુલાકાત લેતા હોય છે અને તેમની સાથે સંવાદ કરીને પ્રોત્સાહિત કરતા હોય છે. તેઓ સરહદો પર પહોંચીને સૈનિકો સાથે તહેવારો પણ ઉજવે છે અને તેમને પ્રોત્સાહન આપીને તેમનું મનોબળ વધારવાના પણ પ્રયાસો કરે છે. અવાર નવાર તેઓ સૈનિકો વચ્ચે જતા જોવા મળે છે. 

ખેલાડીઓ સાથે સંવાદ
વડાપ્રધાનશ્રી દેશની વિવિધ રમતોના ખેલાડીઓ સાથે પણ  સંવાદ કરતા રહે છે. પોતાની ફિટનેસ અંગે પણ તેઓ એટલા જ સજાગ રહે છે.  ખેલજગત વિશે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પાસે અઢળક માહિતી છે. કોઇ પણ રમતોત્સવ હોય તેઓ ખેલાડીઓને બિરદાવતા જોવા મળે છે. ખેલાડીઓ સાથે વાતચીત કરી તેઓ તેમને પ્રોત્સાહિત કરતા રહે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેલ મહાકૂંભ શરુ કરાવ્યો હતો. 


વિદ્યાર્થીઓ સાથે સંવાદ 
પરીક્ષા હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓને તેની ચિંતા હોય  પણ શિક્ષક જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જેવા હોય તો ચિંતા કરવાની જરૂર પડે?.. વડાપ્રધાનશ્રી અવાર નવાર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમનું મનોબળ વધારે છે અને પરીક્ષા દરમિયાન તેમની ચિંતા હળવી કરવાનો પ્રયાસ કરે છે. 

બાળકો સાથે સંવાદ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીમાં કયાંકને કયાંક બાળપ્રેમ અચૂક દેખાઇ આવે છે. જયાં પણ જાય ત્યાં નાના બાળકો સાથેનું તેમનું હેત ઉભરાઇ આવે છે અને વડાપ્રધાનશ્રી નાના ભૂલકાઓ સાથે કાલીઘેલી ભાષામાં સંવાદ કરતા દેખાય છે. 

કોરોના વોરિયર્સ સાથે સંવાદ
કોરોનાએ વિશ્વભરને હચમચાવી નાખ્યું હતું. જો કે એક વાત એ પણ માની લીધી કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે આપણો દેશ કોરોના સામે જંગ જીતી ગયો હતો. અને રસીકરણમાં પણ આપણે અવ્વલ રહ્યા હતા. એવામાં વડાપ્રધાનશ્રી મોદીએ કોરોનાકાળના કોરોનાવોરિયર્સ સાથે પણ  સંવાદ કર્યો હતો. 

દેશવાસીઓ સાથે સંવાદ
મુદ્દો કોઇપણ હોય, કોઇ અપીલ, કોઇ ચર્ચા, કે કોઇ બિરદાવવાલાયક વાત.. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એક અનોખી રીત અપનાવી છે અને તે છે મન કી બાત.. દર મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રેડિયો પર આવીને દેશવાસીઓ સાથે સંવાદ કરે છે. 
સંવાદ એ વડાપ્રધાનશ્રીનો સ્વભાવ છે. જન જનના માનસ સુધી પહોંચવા માટે સંવાદને તેઓ માધ્યમ બનાવે છે..આઝાદ ભારતના ઇતિહાસમાં વડાપ્રધાનશ્રી એ રીતે પણ રેકોર્ડ સર્જી ચુકયા છે. જેમાં તેમણે નાગરીક સમાજના લગભગ તમામ વર્ગ સાથે સંવાદ સાધ્યો છે અને તેનું જ પરિણામ છે કે તેઓ આજે જન જનના નાયક છે.
Tags :
GujaratFirstNarendraModiNarendraModiBirthDay
Next Article