Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી આ વાત

વડાપ્રધાનશ્રી મોદીએ(PrimeMinisterShriModi)મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ યુક્રેન (Ukraine)માં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી છે. વડાપ્રધાનશ્રી મોદીએ સંઘર્ષને જલ્દી ખતમ કરવાની અને વાતચીત અને કૂટનીતિના માર્ગને અનુસરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે સંઘર્ષનો કોઈ સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં અને કોઈપણ શાંતà
વડાપ્રધાનશ્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી આ વાત
વડાપ્રધાનશ્રી મોદીએ(PrimeMinisterShriModi)મંગળવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ યુક્રેન (Ukraine)માં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી છે. વડાપ્રધાનશ્રી મોદીએ સંઘર્ષને જલ્દી ખતમ કરવાની અને વાતચીત અને કૂટનીતિના માર્ગને અનુસરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે સંઘર્ષનો કોઈ સૈન્ય ઉકેલ હોઈ શકે નહીં અને કોઈપણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી.
વડાપ્રધાનશ્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેની ટેલિફોનિક વાતચીતમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. પીએમઓએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યુક્રેન સહિત પરમાણુ સ્થાપનોની સુરક્ષાને મહત્વ આપે છે. તેઓએ રેખાંકિત કર્યું કે પરમાણુ સુવિધાઓના જોખમો જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે દૂરગામી અને વિનાશક પરિણામો લાવી શકે છે. 

Advertisement


રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા

આ પહેલા વડાપ્રધાનશ્રી મોદીએ ગયા મહિને ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ પુતિનને કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી અને આ અંગે મેં તમારી સાથે ફોન પર વાત કરી છે. આપણે શાંતિના માર્ગે આગળ વધી શકીએ છીએ. ભારત અને રશિયા ઘણા દાયકાઓથી એકબીજાની સાથે છે. 

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો હતો
તાજેતરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રમાં પીએમ મોદીના આ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ સાચું કહ્યું છે કે આ યુદ્ધનો સમય નથી. આ પશ્ચિમ સામે બદલો લેવા કે પૂર્વ સામે પશ્ચિમનો વિરોધ કરવા માટે નથી. પડકારોનો સાથે મળીને સામનો કરવાનો આ સમય છે.

વ્લાદિમીર પુતિને શું કહ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય વડાપ્રધાન દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને સ્વીકારતા કહ્યું કે હું યુક્રેન સંઘર્ષ પર તમારી સ્થિતિથી વાકેફ છું. હું તમારી ચિંતાઓ વિશે જાણું છું. અમે ઇચ્છીએ છીએ કે આ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય, પરંતુ અન્ય પક્ષ, યુક્રેન, વાટાઘાટ પ્રક્રિયામાં સામેલ થવાનો ઇનકાર કરે છે. 
ફેબ્રુઆરીથી રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન (Russia Ukraine War)માં 2014થી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ યુદ્ધને સાત મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કોઈ દેશ ઝુકવા તૈયાર નથી.
Tags :
Advertisement

.