વડાપ્રધાનશ્રી મોદીએ લીવર ખેંચી 3 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે પોતાના જન્મદિવસના અવસર પર દેશને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. લગભગ 74 વર્ષ બાદ ચિત્તા ફરી ભારતની ધરતી પર પગ મુકવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે આઝાદી પછી ભારતમાં છેલ્લે ચિત્તા વર્ષ 1948માં જોવા મળ્યા હતા. ત્યારથી ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે નામિબિયાથી આવતા આઠ ચિત્તા ભારત પહોંચ્યા છે અને ચિનૂક વિમાન દ્વારા કુનો નેશનલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે પોતાના જન્મદિવસના અવસર પર દેશને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. લગભગ 74 વર્ષ બાદ ચિત્તા ફરી ભારતની ધરતી પર પગ મુકવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે આઝાદી પછી ભારતમાં છેલ્લે ચિત્તા વર્ષ 1948માં જોવા મળ્યા હતા. ત્યારથી ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે નામિબિયાથી આવતા આઠ ચિત્તા ભારત પહોંચ્યા છે અને ચિનૂક વિમાન દ્વારા કુનો નેશનલ પાર્ક આવી ગયા છે. વડાપ્રધાનશ્રી મોદીએ લીવર ખેંચીને તેમને પાર્કમાં છોડી દીધા છે.
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૂનો નેશનલ પાર્કમાં 3 ચિત્તાને છૂટા મુક્યા..નામિબિયાથી 8 ચિત્તા લવાયા ભારત..વડાપ્રધાનશ્રીએ ચિત્તાના પણ પાડ્યા ફોટા#Narendramodi #KunoNationalPark #Cheetahs #Gujaratfirst #Modi pic.twitter.com/M8TSz9TZwy
— Gujarat First (@GujaratFirst) September 17, 2022
જણાવી દઈએ કે, વડાપ્રધાનશ્રી મોદીએ આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓનું સ્વાગત કર્યું હતું. નામીબિયાથી લાવવામાં આવેલા આ 8 ચિત્તાઓને આ પાર્કમાં રાખવામાં આવ્યા છે. PM મોદી સવારે 9.20 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચ્યા જ્યાંથી તેઓ સીધા શિયોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્ક જવા રવાના થયા. તેઓ સવારે 10.30 કલાકે ચિતા છોડવાના પ્રથમ સ્થળે પહોંચ્યા અને બીજા સ્થળે સવારે 10.45 કલાકે ચિતાઓને છોડ્યા છે.
જણાવી દઈએ કે નામિબિયાથી આવતા ચિત્તાઓમાં 5 માદા અને 3 નર છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ચિત્તાઓ સ્પેશિયલ જમ્બો જેટ પહેલા સવારે 6 વાગ્યે ગ્વાલિયર પહોંચ્યા હતા. જ્યાંથી એરફોર્સના હેલિકોપ્ટર તેમને કુનો નેશનલ પાર્કમાં લાવ્યા છે. આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ બિડાણમાં રાખવાના હોય છે. તેઓને આ બિડાણમાં થોડા સમય માટે ક્વોરેન્ટિન કરવામાં આવશે, ત્યારબાદ તેમને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે. વડાપ્રધાનશ્રી મોદી પિંજરાનું લીવર ખેંચીને આ ચિત્તાઓને આ એન્ક્લોઝરમાં છોડાવવા જઈ રહ્યા છે. ચિત્તાઓને મુક્ત કર્યા બાદ વડાપ્રધાનશ્રી મોદી અહીં એક સંવાદમાં ભાગ લેશે.
આ પણ વાંચો - જાણો, નામીબિયાના ચિત્તાને કુનો અભયારણ્યમાં કેમ રખાશે
Advertisement