Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

KGF સ્ટાર યશ અને કંટારા ફેમ ઋષભ શેટ્ટીને મળ્યા વડાપ્રધાનશ્રી મોદી, આ મુદ્દા પર થઈ વાતચીત

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ KGF સ્ટાર યશ અને કંટારા ફેમ અભિનેતા ઋષભ શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023માં હાજરી આપી હતી. આ અવસર પર તેઓ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓને મળ્યા. ભાજપના કર્ણાટક યુનિટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે.ઘણા સ્ટાર્સ સાથે વડાપ્રધાનશ્રી મોદીની મુલાકાતની તસવીર શેર કરતા કર્ણાટક બીજેપીએ જણાવ્યું છે
kgf સ્ટાર યશ અને કંટારા ફેમ ઋષભ શેટ્ટીને મળ્યા વડાપ્રધાનશ્રી મોદી  આ મુદ્દા પર થઈ વાતચીત
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ KGF સ્ટાર યશ અને કંટારા ફેમ અભિનેતા ઋષભ શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023માં હાજરી આપી હતી. આ અવસર પર તેઓ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓને મળ્યા. ભાજપના કર્ણાટક યુનિટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે.
ઘણા સ્ટાર્સ સાથે વડાપ્રધાનશ્રી મોદીની મુલાકાતની તસવીર શેર કરતા કર્ણાટક બીજેપીએ જણાવ્યું છે કે સ્ટાર્સ સાથે વડાપ્રધાને સંસ્કૃતિ, નવા ભારત અને કર્ણાટક રાજ્યની પ્રગતિ વિશે ચર્ચા કરી. તસવીરમાં ઋષભ શેટ્ટી અને યશ પણ ઈન્ડસ્ટ્રીના અન્ય ઘણા લોકો સાથે જોવા મળે છે

KGF 2 અને કંટારાએ મજબૂત કમાણી કરી છે
ફિલ્મ KGF 2 કન્નડ ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેણે વિશ્વભરમાં લગભગ 1,250 કરોડનો મજબૂત બિઝનેસ કર્યો છે. બીજી તરફ, ઓછા બજેટની કંતારાએ પણ તેની રિલીઝ પછી વિશ્વભરમાં હલચલ મચાવી દીધી હતી. મજબૂત એક્શન, મજબૂત અભિનય અને શાનદાર કહાની ધરાવતી આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બંને ફિલ્મોએ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દુનિયાભરમાં ઓળખ અપાવી છે.

દિવંગત અભિનેતા પુનીતની પત્નીને પણ મળ્યા

આ દરમિયાન પીએમ મોદી સ્વર્ગસ્થ કન્નડ અભિનેતા પુનિત રાજકુમારની પત્ની અશ્વિની પુનિત રાજકુમારને પણ મળ્યા હતા. આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ અશ્વિની પુનિતે એક રોડનું નામ તેના પતિ પુનિત રાજુકમારના નામ પર રાખવા બદલ કર્ણાટક સરકારનો આભાર માન્યો હતો.

Advertisement

Advertisement

આપણ  વાંચો- કેરલમાં કુસ્તી, ત્રિપુરામાં દોસ્તી PM મોદીએ લેફ્ટ અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×