વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં આજે G-7 બેઠકમાં ભાગ લેશે, અનેક મુદ્દા પર કરશે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7ની 48મી સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના મ્યુનિક પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી આજે જર્મનીના મ્યુનિકમાં યોજાનારી G-7 બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ પર્યાવરણ, જળવાયુ પરિવર્તન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પહેલા રવિવારે તેઓ મ્યુનિક પહોંચ્યા હતા અને ભારતીય મૂળના લોકોને મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા.જર્મનીના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર à
05:04 AM Jun 27, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7ની 48મી સમિટમાં ભાગ લેવા માટે જર્મનીના મ્યુનિક પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી આજે જર્મનીના મ્યુનિકમાં યોજાનારી G-7 બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ પર્યાવરણ, જળવાયુ પરિવર્તન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પહેલા રવિવારે તેઓ મ્યુનિક પહોંચ્યા હતા અને ભારતીય મૂળના લોકોને મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા.
જર્મનીના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આજે તેઓ G-7 બેઠકમાં ભાગ લેશે. G-7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ બેઠક પણ કરશે. વિશ્વની 7 સૌથી મોટી અને વિકસિત અર્થવ્યવસ્થાઓના સંગઠનની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક પર્યાવરણીય પરિવર્તન તેમજ જળવાયુ પરિવર્તન અંગે ચર્ચા કરશે અને ઉર્જા અંગે પોતાનો કાર્ય યોજના રજૂ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથેની બેઠક દરમિયાન ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સંબંધિત વિષયો પર ચર્ચા કરી શકે છે અને આતંકવાદ જેવા વૈશ્વિક મુદ્દાઓને પણ મુખ્ય રીતે ઉઠાવી શકે છે. જર્મનીના મ્યુનિકમાં વડાપ્રધાન મોદી આજે G-7 બેઠકમાં ભાગ લેનાર આમંત્રિત સભ્ય દેશોના રાજ્યોના વડાઓ અને નેતાઓ સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરશે.
ભારતીય સમુદાય સાથેની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ તેમના સ્વાગતમાં હાજર દરેકમાં ભારતની સંસ્કૃતિ, એકતા અને બંધુત્વ જોઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે 'આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા છે. કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબો માટે મફત અનાજ પૂરું પડી રહ્યું છે.
Next Article