ગુજરાતનો 62મો સ્થાપના દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
આજે ગુજરાતનો 62મો સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવી છે. ટ્વિટ કરી પાઠવવામાં આવેલ શુભેચ્છામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મારી શુભેચ્છાઓ ! મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અ
03:26 AM May 01, 2022 IST
|
Vipul Pandya
આજે ગુજરાતનો 62મો સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવી છે. ટ્વિટ કરી પાઠવવામાં આવેલ શુભેચ્છામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ
ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મારી શુભેચ્છાઓ ! મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોના આદર્શોથી પ્રેરિત, ગુજરાતના લોકો તેમની વિવિધ સિદ્ધિઓ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં ગુજરાત અવિરત પ્રગતિ કરતું રહે એવી અભિલાષા…
1 મે, 1960ના રોજ બોમ્બે રાજ્યને મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એક રાજ્યમાંથી અલગ-અલગ રાજ્યમાં બનાવવામાં આવ્યા હતા. આ બંને રાજ્યોની રચનાને 62 વર્ષ પૂરા થયા છે. વર્ષ 1960 પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતા. 1947ની આઝાદી બાદ ગુજરાતીઓ અને મરાઠાઓ વચ્ચે અલગ રાજ્ય કરવાની માગ કરવામાં આવી. આ માગને લઇને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સરકારે 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ અલગ રાજ્યોના પ્રસ્તાવને મંજૂરી આપી.
મહારાષ્ટ્રને પણ વડાપ્રધાને પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર રાજ્યને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે આ રાજ્યે દેશના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આ રાજ્યના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં મહારત હાંસલ કરી છે. હું તેઓની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું.
Next Article