Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોને લાગ્યું ગ્રહણ

ભરૂચ જિલ્લાના ૯૦ ગામના ખેડૂતોએ પોતાની જમીન સરકારને આપવા તૈયાર પરંતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જે જંત્રી પ્રમાણે વળતર ચુકવવામાં આવ્યુ છે. તે જ જંત્રી પ્રમાણે ખેડૂતોને જમીન નું સન્માન વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ૯૦ ગામના ખેડૂતોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો અંત લાવવાની માંગ કરી હતી.ખેડૂતોની સમસ્યાનો અંત નહીં આવે તો આગામી દિવસોમાં સરકારના મહત્વકાંક્ષી ત્રણ પ્à
ભરૂચ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોને લાગ્યું ગ્રહણ
ભરૂચ જિલ્લાના ૯૦ ગામના ખેડૂતોએ પોતાની જમીન સરકારને આપવા તૈયાર પરંતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જે જંત્રી પ્રમાણે વળતર ચુકવવામાં આવ્યુ છે. તે જ જંત્રી પ્રમાણે ખેડૂતોને જમીન નું સન્માન વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ૯૦ ગામના ખેડૂતોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો અંત લાવવાની માંગ કરી હતી.ખેડૂતોની સમસ્યાનો અંત નહીં આવે તો આગામી દિવસોમાં સરકારના મહત્વકાંક્ષી ત્રણ પ્રોજેક્ટ ઉપર રોક લગાડી દેવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજનાઓમાં જમીનો સંપાદિત કરવામાં આવી છે.આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ની કલમ ૨૬(૨) મુજબ વળતર ચૂકવાયું છે ત્યારબાદ જ ખેડૂતોઓ જમીનનો કબજો સુપ્રત કર્યો છે. જે યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર ન આપતા ભરૂચ જિલ્લાના ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ સરકારની વળતર મુદ્દે વહાલા-દવલાની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી ફરી એક વખત મેદાનમાં ઉતરી જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી વળતર નહિ અપાય તો ભરૂચ જિલ્લામાંથી પસાર થતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોની વેદનાઓ સરકાર નહીં સાંભળે તો અને ખેડૂતોની જમીનની જંત્રી પ્રમાણે વળતર નહીં ચૂકવે તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે એક આવેદનપત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહેસુલ મંત્રી રાજેશભાઈ ત્રિવેદી ગુજરાત પ્રદેશ પ્રમુખ આર પાટીલને સંબોધી ભરૂચ જિલ્લા કલેકટરને સુપરત કર્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.