Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિને લઇને રિવ્યુ બેઠક કરી, ઓનલાઇન શિક્ષણને અંગે આ વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણની સમીક્ષા કરી છે. જેમાં નરેન્દ્ર મોદીએ તેમણે જણાવ્યું કે સમાનતા, ગુણવત્તા, ટકાઉપણું અને જવાબદારીના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે છેલ્લા બે વર્ષમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે શાળા છોડી દેનારા બાળકોને મુખ્ય પ્રવાહમાં પુનઃપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિને લઇને રિવ્યુ બેઠક કરી  ઓનલાઇન શિક્ષણને અંગે આ વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણની સમીક્ષા કરી છે. જેમાં નરેન્દ્ર મોદીએ તેમણે જણાવ્યું કે સમાનતા, ગુણવત્તા, ટકાઉપણું અને જવાબદારીના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે છેલ્લા બે વર્ષમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે શાળા છોડી દેનારા બાળકોને મુખ્ય પ્રવાહમાં પુનઃપ્રવેશ કરવાથી લઈને ઉચ્ચ શિક્ષણમાં 'મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ'ની સિસ્ટમ દાખલ કરવા સુધીના ઘણા પરિવર્તનકારી સુધારાઓની પહેલ કરવામાં આવી છે, જે દેશની પ્રગતિ માટે અસરકારક સાબિત થશે.
બેઠકમાં કોણ કોણ હાજર હતું?
આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકાર, અન્નપૂર્ણા દેવી અને રાજકુમાર રંજન સિંહ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ સહિત શિક્ષણ મંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી)ના વડા પણ આ બેઠકમાાં હાજર હતા.
વડાપ્રધાને શું કહ્યું?
બેઠક દરમિયાન વડાપ્રધાનને રાષ્ટ્રીય સંચાલન સમિતિ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કની પ્રગતિ વિશે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણને એવી રીતે વિકસાવવું જોઈએ કે શાળાએ જતા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા જોખમનો સામનો કરે.
Advertisement
Tags :
Advertisement

.