કોરોના કેસો વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક, લેવાઈ શકે છે મહત્વના નિર્ણય
દેશમાં કોરોનાના સતત
વધી રહેલા કેસ સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. રાજધાની દિલ્હી અને
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં કોવિડ-19ની ઉભરી રહેલી સ્થિતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે
બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ
દ્વારા દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દેશમાં વધી રહેલા
કોરોના કેસ અંગે ચર્ચા થશે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠકમાં
કોરોનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
મંગળવારે દેશભરમાં કોરોનાના 2483 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 43062569 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સકારાત્મકતા દર 6 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે.