Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાન મોદીએ વીર બાલ દિવસ કાર્યક્રમમાં લીધો ભાગ, શીખોના દસ ગુરુઓને કર્યા યાદ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ વીર બાલ દિવસ નિમિત્તે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, 'વીર બાલ દિવસ' આપણને યાદ કરાવશે કે દસ ગુરુઓનું યોગદાન શું છે, દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરાનું બલિદાન શું છે! 'વીર બાલ દિવસ' આપણને કહેશે કે ભારત શું છે, ભારતની ઓળખ શું છે! હું પિતા દશમેશ ગુરુ ગોવિંદ સિંહ જી અને અન્ય તમામ à
09:40 AM Dec 26, 2022 IST | Vipul Pandya
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ વીર બાલ દિવસ નિમિત્તે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, 'વીર બાલ દિવસ' આપણને યાદ કરાવશે કે દસ ગુરુઓનું યોગદાન શું છે, દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરાનું બલિદાન શું છે! 'વીર બાલ દિવસ' આપણને કહેશે કે ભારત શું છે, ભારતની ઓળખ શું છે! હું પિતા દશમેશ ગુરુ ગોવિંદ સિંહ જી અને અન્ય તમામ ગુરુઓના ચરણોમાં ભક્તિભાવ સાથે નમન કરું છું. હું પણ માતૃશક્તિના પ્રતિક માતા ગુજરીના ચરણોમાં માથું ઝુકાવું છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું વીર સાહિબજાદાઓના ચરણોમાં નમન કરું છું અને તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તેમને મારી સરકારનું સૌભાગ્ય માનું છું કે આજે તેમને 26મી ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે જાહેર કરવાનો મોકો મળ્યો છે. તેમણે કહ્યુ કે, ઈતિહાસથી લઇને દંતકથાઓ સુધી, દરેક ક્રૂર ચહેરાની સામે, મહાનાયકો અને મહાનાયકિઓનું એકથી એક મહાન પાત્ર રહ્યું છે. પરંતુ એ પણ સાચું છે કે, ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે કઇં થયું તે 'ભૂતો ન ભવિષ્યતિ' હતું.
3 હજાર શાળાના બાળકોનો માર્ચ પાસ્ટ
વડાપ્રધાને કહ્યું, "એક તરફ ધાર્મિક કટ્ટરતાથી આંધળી આટલી વિશાળ મુઘલ સલ્તનત, બીજી તરફ, જ્ઞાન અને તપસ્યામાં તલ્લીન આપણા ગુરુ, ભારતના પ્રાચીન માનવીય મૂલ્યોને જીવવાની પરંપરા!" એક તરફ આતંકની પરાકાષ્ઠા અને બીજી તરફ આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા! એક તરફ ધાર્મિક ઉન્માદ અને બીજી બાજુ દરેકમાં ઈશ્વરને જુએ એવી ઉદારતા! આ બધાની વચ્ચે એક બાજુ લાખોની ફોજ અને બીજી બાજુ એકલા રહીને પણ નિડર ઉભા ગુરુના વીર સાહિબજાદે! આ વીર સાહિબજાદે કોઈની ધમકીથી ડર્યા નહોતા, કોઈની આગળ ઝૂક્યા ન હોતા.
વળી, ભારતના અમૃત મહોત્સવમાં, ગુરુ ગોવિંદ સિંહ અને તેમના સાહિબજાદોને તેમના બલિદાન માટે દેશ વતી અભિનવાદન આપ્યું. આ દરમિયાન 3000 શાળાના બાળકોએ માર્ચ પાસ્ટ કરી હતી. તેને ખુદ વડાપ્રધાને લીલી ઝંડી આપી હતી.
આ પણ વાંચો - 'માસ્ક પહેરો અને નિયમોનું પાલન કરો': PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstGuruSikhPMModiPrimeMinisterVeerBalDiwasVeerBalDiwasProgram
Next Article