Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાન મોદીએ થોમસ કપ વિજેતાઓ સાથે કરી મુલાકાત, જાણો શું કહ્યું વડાપ્રધાને

બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ થોમસ કપ  ભારતે પ્રથમ વખત ટૂર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોમસ કપ વિજેતાઓ સાથે ખાસ વાતચીત કરી. ખેલાડીઓ સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારી જીત પર સમગ્ર ભારતને ગર્વ છે.વડાપ્રધાન મોદીએ ટીમને કહ્યું કે, તમારે હવે વધુ રમવું પડશે અને રમતની દુનિયામાં દેશને આગળ લઈ જવો પડશે. દેશની આવનારી પેઢીને રમતગમત માટે àª
04:40 AM May 22, 2022 IST | Vipul Pandya
બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ થોમસ કપ  ભારતે પ્રથમ વખત ટૂર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોમસ કપ વિજેતાઓ સાથે ખાસ વાતચીત કરી. ખેલાડીઓ સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારી જીત પર સમગ્ર ભારતને ગર્વ છે.
વડાપ્રધાન મોદીએ ટીમને કહ્યું કે, તમારે હવે વધુ રમવું પડશે અને રમતની દુનિયામાં દેશને આગળ લઈ જવો પડશે. દેશની આવનારી પેઢીને રમતગમત માટે પ્રેરિત કરવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારા તરફથી અને સમગ્ર ભારત તરફથી તમને બધાને અભિનંદન. વડાપ્રધાન મોદી સાથે વાત કરતા લક્ષ્ય નામના ખેલાડીએ કહ્યું, "તમારી સાથે મુલાકાતથી અમારું મનોબળ વધે છે. હું ભવિષ્યમાં પણ આ જ રીતે દેશ માટે મેડલ જીતવા માંગુ છું."
પ્રણય નામના ખેલાડીએ કહ્યું કે, આ અમારા માટે ખુશીની ક્ષણ છે કારણ કે અમે 73 વર્ષ બાદ થોમસ કપ જીત્યો છે. ક્વાર્ટર ફાઈનલ દરમિયાન દબાણ હતું કારણ કે અમે જાણતા હતા કે જો અમે હારીશું તો અમને મેડલ નહીં મળે. અમે અલગ-અલગ તબક્કામાં જીતવા માટે મક્કમ હતા.
14 વર્ષની શટલર ઉન્નતિ હુડ્ડાએ વડાપ્રધાન મોદીને કહ્યું કે, 'મને સૌથી વધુ પ્રેરણા આપે છે કે તમે ક્યારેય મેડલ વિજેતા અને નોન-મેડલ વિજેતા વચ્ચે ભેદભાવ નથી રાખ્યો . આ ટૂર્નામેન્ટમાં મને ઘણું શીખવા મળ્યું છે.' આગામી વખતે મહિલા ટીમ પણ જીતવા માટે તૈયાર છે.  વડાપ્રધાન મોદીએ સંવાદના અંતે કહ્યું કે, મને તમારી આંખોમાં તે જુસ્સો દેખાય છે, જે આવનારા સમયમાં વધુ જીતનો ઉલ્લેખ કરશે. તમારે આ રીતે ચાલતા રહેવાનું છે.
Tags :
GujaratFirstmodiPMModiPrimeMinisterModiThomasCupwinners
Next Article