Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડા પ્રધાન મોદીએ કહ્યું ફિલ્મો અને સમાજ એકબીજાનું પ્રતિબિંબ છે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની રંગેચંગે શરુઆત થઇ રહી છે. ત્યારે દીપીકા પાદૂકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત ઘણી બોલિવુડની પ્રખ્યાત સેલિબ્રિટી ફ્રાન્સ પહોંચી છે. તો ભારત આ વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓનર ઓફ કંન્ટ્રી છે. સાથે જ દીપીકા આ ફેસ્ટિવલમાં મેમ્બર ઓફ જ્યુરી તરીકે જોડાઇ છે. તો અક્ષય કુમાર કોરોનાના કારણે જોડાઇ શક્યો નથી. ફ્રાંસમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે સ્વાગત કર્યું જયારે ભારત તàª
વડા પ્રધાન મોદીએ કહ્યું ફિલ્મો અને સમાજ એકબીજાનું પ્રતિબિંબ છે
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની રંગેચંગે શરુઆત થઇ રહી છે. ત્યારે દીપીકા પાદૂકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત ઘણી બોલિવુડની પ્રખ્યાત સેલિબ્રિટી ફ્રાન્સ પહોંચી છે. તો ભારત આ વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓનર ઓફ કંન્ટ્રી છે. સાથે જ દીપીકા આ ફેસ્ટિવલમાં મેમ્બર ઓફ જ્યુરી તરીકે જોડાઇ છે. તો અક્ષય કુમાર કોરોનાના કારણે જોડાઇ શક્યો નથી. 
ફ્રાંસમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે સ્વાગત કર્યું 
જયારે ભારત તરફથી માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ફ્રાન્સ પહોંચી ચૂક્યાં છે, જ્યાં માર્ચે ડુ ફિલ્મ્સ અથવા કાન્સ ફિલ્મ બજાર ખાતે ભારતને 'કન્ટ્રી ઑફ ઓનર' જાહેર કરવામાં આવ્યો છે. ઠાકુરના  આગમન પર ફ્રાંસમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે તેમનું સ્વાગત કર્યું હતું.
Advertisement



સિનેમા માનવ લાગણીઓ અને અભિવ્યક્તિઓને કલાત્મક રીતે પ્રદર્શિત કરે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમયે કહ્યું  કે, "દેશના સન્માન તરીકે માર્ચે ડુ ફિલ્મ-ફેસ્ટિવલ ડી કાન્સમાં ભારતની ભાગીદારીથી મને આનંદ થાય છે. જેમ ભારત તેની સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી વર્ષગાંઠ અને ભારત-ફ્રેન્ચ રાજદ્વારી સંબંધોના 75 વર્ષ મહત્વપૂર્ણ ગૌરવમાં વધારો કરે છે. ફિલ્મો અને સમાજ એકબીજાની પ્રતિબિંબ છે. સિનેમા માનવ લાગણીઓ અને અભિવ્યક્તિઓને કલાત્મક રીતે પ્રદર્શિત કરે છે જે વિશ્વને મનોરંજનના સામાન્ય પાસાં સાથે જોડે છે. ભારત વિશ્વનો સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા ભારતની તાકાત છે. ભારતમાં વિશ્વનું કન્ટેન્ટ હબ બનવાની અપાર સંભાવનાઓ છે.  ભારત સરકાર ફિલ્મ સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારવા માટેના તેના પ્રયાસો માટે સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની આ એડિશન ઘણી રીતે ખાસ છે. ભારતના ઘણા સ્ટાર્ટઅપ્સ સિનેમા જગતને પોતાની શક્તિ બતાવશે. ઈન્ડિયા પેવેલિયન ભારતીય સિનેમાના પાસાઓનું પ્રદર્શન કરશે સાથે જ આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને શિક્ષણને પ્રોત્સાહન આપશે.


'ઓપનિંગ નાઇટ' સેરેમનીમાં પણ હાજરી 
ઠાકુર મંગળવારે સાંજે 'રેડ કાર્પેટ' પર એન્ટ્રી કરશે અને બુધવારે મેજેસ્ટિક બીચ પર માર્ચે ડુ ફિલ્મના 'ઓપનિંગ નાઇટ' સેરેમનીમાં પણ હાજરી આપશે. તેઓ ચાર્લ્સ એચ. રિવકિન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મોશન પિક્ચર્સ એસોસિએશન ઑફ અમેરિકા (MPAA)ના પ્રમુખ અને MPAAના આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપના પ્રદેશ પ્રમુખ સ્ટેન મેકવેને સાથ પણ મુલાકાત કરશે. 

ઘણાં સિતારાઓ ચમકશે
ઠાકુરની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં એ.આર. રહેમાન, નવાઝુદ્દીન સિદ્દીકી, પૂજા હેગડે, પ્રસૂન જોશી, આર માધવન, રિકી કેજ, શેખર કપૂર, તમન્ના ભાટિયા, વાણી ત્રિપાઠી અને લોક ગાયક મામે સહિતની ટોપની હસ્તીઓ સામેલ થશે. તેમાં ઓપનિંગ ફિલ્મ તરીકે માઈકલ હઝાનાવિસિયસની ફિલ્મ 'કુપેજ' જોવા મળશે.

રેડ કાર્પેટ પર એન્ટ્રી લેવામાં ભારતની સૌથી મોટી ટીમ
I&B મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લેવામાં ભારતની સૌથી મોટી ટીમ હશે. બુધવારે ઠાકુર ભારતીય ગેલેરીનું ઉદ્ઘાટન કરશે.આર માધવનની ફિલ્મ'રોકેટરી'ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 'વર્લ્ડ પ્રીમિયર'માં દર્શાવવા માટે ખાસ પસંદ કરવામાં આવી છે. તે 19 મેના રોજ પ્રદર્શિત થશે. આ ફેસ્ટિવલમાં આસામી ફિલ્મ 'બાધજાન', શૈલેન્દ્ર સાહુની છત્તીસગઢી ફિલ્મ 'બૈલાડીલા', હિન્દી ફિલ્મ 'એક જગહ અપની', હર્ષદ નલવાડેની ફિલ્મ 'ફોલોવર' અને જય શંકરની કન્નડ ફિલ્મ 'શિવમ્મા' પણ પ્રદર્શિત કરવામાં આવશે.
 
Tags :
Advertisement

.