Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી મોદીનો ભવ્ય રોડ-શો, સ્વાગતમાં મોટી સંખ્યામા ઉમટી જનમેદની, જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે ત્યારે આજે પ્રવાસની શરૂઆત સુરતથી કરી હતી. જ્યાં વડાપ્રધાનશ્રી મોદીએ ત્રણ કિલોમીટર લાંબા રોડનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમના આગમન પ્રસંગે જાણે આખુંય સુરત રોડ પર સ્વાગત કરવા ઉમેટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કોઈ ટેટૂ દોરી તો કોઈ ચિત્ર રજૂ કરી પીએમ મોદીને આવકારી રહ્યા હતા. રોડની બંને તરફ જનમેદની વન્દે માતરમ, ભારત માતા કી જય à
વડાપ્રધાનશ્રી  મોદીનો ભવ્ય રોડ શો  સ્વાગતમાં મોટી સંખ્યામા ઉમટી જનમેદની  જુઓ તસવીરો

વડાપ્રધાનશ્રી મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસ પર છે ત્યારે આજે પ્રવાસની શરૂઆત સુરતથી કરી હતી. જ્યાં વડાપ્રધાનશ્રી મોદીએ ત્રણ કિલોમીટર લાંબા રોડનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમના આગમન પ્રસંગે જાણે આખુંય સુરત રોડ પર સ્વાગત કરવા ઉમેટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કોઈ ટેટૂ દોરી તો કોઈ ચિત્ર રજૂ કરી પીએમ મોદીને આવકારી રહ્યા હતા. રોડની બંને તરફ જનમેદની વન્દે માતરમ, ભારત માતા કી જય નારા લગાવી રહી હતી. પીએમ મોદી પણ સુરતવાસીઓના ઉમળકાભેર સ્વાગતથી ગદગદીત થઈ ગયા હતા અને સભામાં તેમનો આભર માન્યો હતો. સુરત શહેર અને જિલ્લાને રૂ. ૩૪૭૨ કરોડના ૫૯ વિકાસ કામોની સોગાદ આપી હતી.


વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાનને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ સુરતમાં ભવ્ય રોડ-શો કર્યો હતો જેમાં રોડ-શોના રૂટને ભગવા રંગથી શણગારવામાં આવ્યો હતો. તેમજ વડાપ્રધાનને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


પીએમ મોદીએ સંબોધનમાં જ, સુરતના જમણના વખાણ કરતા કહ્યુ કે, સુરત આવવું આનંદદાયક છે પરંતુ નવરાત્રિના  ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું છે.


વડાપ્રધાનશ્રીને  મુસ્લિમ બિરાદરોએ હીરાબા અને PM મોદીના ફોટા સાથે ઉમળકાભેર આવકાર્યા અને  યુવકે પીએમ મોદીનું ટેટૂ દોરાવ્યું અને  સભાસ્થળ પર વિદ્યાર્થી પીએમ મોદીનું જાતે જ બનાવેલું ચિત્ર લઈ આવ્યો

   સુરતવાસીઓના ઉમળકાભેર સ્વાગતથી ગદગદીત થઈ ગયા હતા અને સભામાં તેમનો આભર માન્યો હતો 



રોડ-શો બાદ વડાપ્રધાને જાહેરસભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. 2.70 કિમીના રૂટ પર વડાપ્રધાનનો મેગા રોડ-શો યોજાયો હતો.
Advertisement
Tags :
Advertisement

.