Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન મોદીએ પાવાગઢ મંદિરનું ધ્વજારોહણ કર્યું, કહ્યું, આસ્થાનું શિખર શાસ્વત રહે છે.

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને તેમણે મહાકાળી માતાના મંદિરના દર્શન કરીને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે અને શાસ્ત્રોક્ત વિધી મુજબ પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને આ તબક્કે કહ્યું કે 5 શતાબ્દી સુધી મહાકાળી મંદિર પર ધ્વજા ફરકી ન હતી પણ આજે ધ્વજા લહેરી રહી છે. સદીઓ
વડાપ્રધાન મોદીએ પાવાગઢ મંદિરનું ધ્વજારોહણ કર્યું  કહ્યું   આસ્થાનું શિખર શાસ્વત રહે છે
રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને તેમણે મહાકાળી માતાના મંદિરના દર્શન કરીને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે અને શાસ્ત્રોક્ત વિધી મુજબ પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. 
વડાપ્રધાને આ તબક્કે કહ્યું કે 5 શતાબ્દી સુધી મહાકાળી મંદિર પર ધ્વજા ફરકી ન હતી પણ આજે ધ્વજા લહેરી રહી છે. સદીઓ પછી મહાકાળી મંદિરનું વિશાળ સ્વરુપ આપણી સામે છે. સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાસ્વત રહે છે. મારુ પુણ્યબળ છે કે આજે હું અહી આવ્યો છું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઇ છે. ધ્વજારોહણ ભક્તો માટે અને શક્તિ ઉપાસકો માટે આનાથી કોઇ મોટો ઉપહાર હોઇ ના શકે. 
વડાપ્રધાને કહ્યું કે માતાના દરબારની કાયાકલ્પ અને ધવજા રોહણ આજે મોટો ઉપહાર છે. મારા જીવનની ધન્ય પળ છે. સપનું સિદ્ધી બનીને આખ સામે હોય તો આનંદ હોય. તેમણે કહ્યું કે આજે વર્ષો બાદ માતાના દર્શન કર્યા. પાવાગઢની યાત્રા પહેલા કઠીન હતી. આજે સુવિધાઓના કારણે મુશ્કેલ દર્શનનોને સુલભ કર્યા છે.  5 શતાબ્દી બાદ પાવાગઢ પર ધ્વજા ફરકાઇ છે. સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાસ્વત રહે છે. આજે પંચમહાલ પ્રમુખ પર્યટન બન્યું છે.       
તેમણે કહ્યું કે દેશ અને રાજ્યના તમામ તીર્થોમાં ટેકનોલોજીનો વિકાસ થયો છે. મે માતા પાસે દેશની સેવા કરવા માટે આશિર્વાદ માંગ્યા છે. વડાપ્રધાને કહ્યું કે સપનું જ્યારે સંકલ્પ બની જાય અને તે સિદ્ધીના રુપે નજર સામે હાજર હોય ત્યારે તેનો આનંદ પણ અનેરો હોય છે. તેમણે કહ્યું કે શક્તિ ક્યારેય લુપ્ત થતી નથી. સદીઓ બાદ પાવાગઢ મંદિર પર ધ્વજ ફરકી રહ્યો છે. 
વડાપ્રધાને કહ્યું કે આજે જે ધ્વજા લહેરાઇ રહી છે તે ધજા મંદિરની નથી પણ ગુજરાત અને દેશની સંસ્કૃતિની ધજા છે. 
Advertisement
Tags :
Advertisement

.