વડાપ્રધાન મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા, IGCની બેઠકમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના ભાગરૂપે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ બર્લિનમાં ભારત-જર્મની IGC બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે. સાંજે તેઓ જર્મનીમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરશે. બર્લિનથી વડાપ્રધાન મોદી 3 મેના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રàª
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના ભાગરૂપે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ બર્લિનમાં ભારત-જર્મની IGC બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે. સાંજે તેઓ જર્મનીમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરશે. બર્લિનથી વડાપ્રધાન મોદી 3 મેના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિદિવસીય પ્રવાસ દરમ્યાન આજે વડાપ્રધાન બર્લિન પહોંચ્યા હતા. આ સમયે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું છે કે તેઓ રશિયાની કાર્યવાહીને લઈને ભારત અને જર્મની વચ્ચે સકારાત્મક વાતચીતની અપેક્ષા રાખે છે.
ભારતીય લોકોને મળ્યા મોદી
હોટલ એડલોન કેમ્પિન્સકી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર ભારતીય લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી એક બાળક સાથે પણ મળ્યા જેણે ગીત ગાયું અને વડાપ્રધાનને સંભળાવ્યું હતું. જ્યારે વડાપ્રધાન મોદી જર્મનીમાં વસતા ભારતીય લોકોની વચ્ચે પહોંચ્યા ત્યારે ત્યાં ભારત માતા કી જય, વંદે માતરમના નારા લાગ્યા હતા. બાળકો હોય કે મહિલાઓ, બધા મોદીની એક ઝલક જોવા ઉત્સુક દેખાતા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામનું અભિવાદન સ્વીકાર્યું હતું.
પડકારો વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છેઃ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પડકારો વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મુલાકાતમાં ભારતના શાંતિ અને સમૃદ્ધિના ધ્યેયનો મહત્વનો ભાગ બનેલા તમામ સાથીઓને મળશે.
ભારતનું આંતર-સરકારી કન્સલ્ટેશન (IGC) માત્ર જર્મની સાથે છે જે દર બે વર્ષે યોજાય છે. 6ઠ્ઠી IGC પછી ઉચ્ચ સ્તરીય ગોળમેજ બેઠક યોજાશે. જ્યાં વડાપ્રધાન અને ચાન્સેલર સ્કોલ્ઝ બંને દેશોના ટોચના સીઈઓ સાથે મૂલાકાત કરશે. વડાપ્રધાન મોદી જર્મનીમાં ભારતીય પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરશે અને સંબોધન કરશે. ત્રણ દેશોની મુલાકાત પહેલા તેમના પ્રસ્થાન નિવેદનમાં, વડાપ્રધાને જણાવ્યું હતું કે બર્લિનની તેમની મુલાકાત ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વિગતવાર દ્વિપક્ષીય ચર્ચા કરવાની તક હશે.
વડાપ્રધાન જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીની રાજધાની બર્લિન પહોંચી ગયા છે. થોડી વાર પછી તે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે.
Advertisement