Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અભ્યારણ્યની અંદાજીત 600 -700 હેક્ટર જમીન પર દબાણ દૂર કરાયા

વન્યપ્રાણી અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં અને વન્યપ્રાણી ગુન્હા આચરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવ્યા છે ડી.એફ.ઓ. કચ્છ પૂર્વ વન વિભાગ ગોવિંદસિંહ સરવૈયાના માર્ગદર્શન મુજબ એ.સી.એફ. સી.એસ.પટેલ અને ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલાએ તેમની ફોરેસ્ટ ટીમ સાથે ભચાઉ તાલુકાના કડોલ ગામ નજીક કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં સંયુક્ત પેટ્રોલિંગ કરી
12:03 PM Feb 17, 2023 IST | Vipul Pandya
વન્યપ્રાણી અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં અને વન્યપ્રાણી ગુન્હા આચરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવ્યા છે ડી.એફ.ઓ. કચ્છ પૂર્વ વન વિભાગ ગોવિંદસિંહ સરવૈયાના માર્ગદર્શન મુજબ એ.સી.એફ. સી.એસ.પટેલ અને ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલાએ તેમની ફોરેસ્ટ ટીમ સાથે ભચાઉ તાલુકાના કડોલ ગામ નજીક કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં સંયુક્ત પેટ્રોલિંગ કરી વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વન્યપ્રાણી રહેઠાણને નુકશાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ  વન ગુન્હા નોંધવામાં આવેલ છે. 
અભ્યારણ્યમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી 
જેમાં મીઠાના અગર માટે ગેરકાયદેસર પાળા બનાવવા ઉપયોગમાં લેવાયેલ વાહન,હીટાચી, બોર બનાવવાની મશીનરી વગેરે જપ્ત કરી અને આરોપીઓ પાસે એડવાન્સ દંડ રીકવરી વસૂલ કરી ગેરકાયદેસર પાળા તોડી પાડ્યા છે. અભ્યારણ્યમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી કચ્છ પૂર્વ વન વિભાગની ફોરેસ્ટ ટીમ દ્વારા ગેરકાયદેસર પાળા,હદ,નિશાનીઓ વગેરેને તોડી અભ્યારણ્યની જમીન પર ગેરકાયદેસર કબ્જો દબાણ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી વન ગુન્હા નોંધી મશીનરી જપ્ત કરી ગેરકાયદેસર મીઠાના પાળા તોડી અભ્યારણ્યની અંદાજિત 600-700હેક્ટર જમીન પર કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવેલ છે અને ગેરકાયદેસર મીઠું ઉત્પાદન થાય તે પહેલાંજ સઘન ઝુંબશ હાથ ધરેલ છે. આવનારા દિવસોમાં પણ અભ્યારણ્યમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં રહેશે.
અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો  હતો
કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં સંયુક્ત પેટ્રોલિંગ કરી વન્યપ્રાણી સંરક્ષણ ધારા-1972 હેઠળ કાયદેસારની કાર્યવાહી કરી અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વન્યપ્રાણી રહેઠાણને નુકશાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ રૂટિન પ્રક્રિયા મુજબ વન ગુન્હા નોંધવામાં આવેલ છે. જેમાં મીઠાના અગર માટે ગેરકાયદેસર પાળા બનાવવા ઉપયોગમાં લેવાયેલ વાહન,હીટાચી, બોર બનાવવાની મશીનરી વગેરે જપ્ત કરી અને આરોપીઓ પાસેથી એડવાન્સ દંડ રીકવરી વસૂલ કરી ગેરકાયદેસર પાળા તોડી પાડ્યા છે.
આપણ  વાંચો- બનાસકાંઠામાં જળ સંચય માટે પ્રજાએ પણ જાગૃત થવું જરૂરી: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstillegalIsmocomplaintKutchpressuresanctuarysweetagar
Next Article