Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શૂ-લેસ પર પ્રેસ, જર્નીમાં ટોયલેટ સીટ સાથે રાખે છે ! બ્રિટનના નવા કિંગની વિચિત્ર આદતો

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ બ્રિટનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે.  કિંગ ચાર્લ્સ III એ તેમની માતા એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુબાદ રાજવી પરિવારના અનુગામી કિંગ કહેવાશે. 70 વર્ષની વયે બ્રિટનની રાજગાદી સંભાળનાર કિંગ ચાર્લ્સ વિશે લોકો વધુ જાણવા માગે છે કે તે શું ખાય છે, શું પસંદ કરે છે અને શું નથી. ચાલો જાણીએ  કિંગ ચાર્લ્સ સાથે જોડાયેલી વિચિત્ર આદતો.ટોયલેટ સીટ અને ક્લીનેક્àª
શૂ લેસ પર પ્રેસ   જર્નીમાં ટોયલેટ સીટ સાથે રાખે છે   બ્રિટનના નવા કિંગની વિચિત્ર આદતો
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ બ્રિટનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે.  કિંગ ચાર્લ્સ III એ તેમની માતા એલિઝાબેથ દ્વિતીયના મૃત્યુબાદ રાજવી પરિવારના અનુગામી કિંગ કહેવાશે. 70 વર્ષની વયે બ્રિટનની રાજગાદી સંભાળનાર કિંગ ચાર્લ્સ વિશે લોકો વધુ જાણવા માગે છે કે તે શું ખાય છે, શું પસંદ કરે છે અને શું નથી. ચાલો જાણીએ  કિંગ ચાર્લ્સ સાથે જોડાયેલી વિચિત્ર આદતો.

ટોયલેટ સીટ અને ક્લીનેક્સ વેલ્વેટ ટોયલેટ પેપર સાથે રાખે છે
એક રિપોર્ટ અનુસાર કિંગ ચાર્લ્સની કેટલીક વિચિત્ર આદતો છે. તે જ્યાં પણ મુસાફરી કરે છે, ત્યાં તેમની સાથે ટોયલેટ સીટ અને ક્લીનેક્સ વેલ્વેટ ટોયલેટ પેપર સાથે રાખે છે. આ સિવાય તેમના પાયજામા અને જૂતાની લેસ પણ પ્રેસ કરવામાં આવે છે.ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે કિંગ ચાર્લ્સ III "તે જ્યાં જાય ત્યાં તેની પોતાની ટોઇલેટ સીટ અને ક્લીનેક્સ વેલ્વેટ ટોઇલેટ પેપર સાથે લઇ જાય છે". પોલ બ્યુરેલના અહેવાલ અનુસાર ચાર્લ્સની સ્વર્ગસ્થ પત્ની પ્રિન્સેસ ડાયના અને ક્વીન એલિઝાબેથ II માટે બટલર તરીકે પણ સેવા આપી હતી. 

બ્યુરેલ કિંગ ચાર્લ્સની આદતો વિશે માહિતી શેર કરી  
બ્યુરેલને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "તેના પાયજામાને દરરોજ સવારે  પ્રેસ કરવામાં આવે છે. સાથે જ તેમના શૂની લેસને પણ પ્રસ કરવામાં આવે છે. સાથે જ બાથરૂમમાં ગરમ ​​પાણી જરૂર છે. એટલું જ નહીં, રાજાના સેવકોને આદેશ આપવામાં આવ્યો છે કે તેમના ટૂથબ્રશ પર એક ઇંચ ટૂથપેસ્ટ હોવી જોઈએ. 
લંચ બોક્સ હંમેશા તેમની સાથે રહે છે
રોયલ સ્ટાફના ભૂતપૂર્વ સભ્ય શેફ ગ્રેહામ ન્યૂબોલ્ડના જણાવ્યા અનુસાર, કિંગ ઘણું હેલ્ધી ફૂડ ખાય છે. તેમને નાસ્તામાં ઘરે બનાવેલી બ્રેડ, તાજા ફળો અને તાજા ફળોનો રસ પસંદ છે. દુનિયામાં તે જ્યાં પણ જાય છે, પોતાનો નાસ્તાનો ડબ્બો તેમની સાથે હોય છે. તેમની પાસે છ અલગ-અલગ પ્રકારના મધ, કેટલીક ખાસ મુસલી અને ડ્રાયફ્રૂટ્સતેમના લંચબોક્સમાં સામેલ હોય છે.
વિશ્વભરના 500 નેતાઓ રાણીના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત વિશ્વભરના લગભગ 500 નેતાઓ અને વિદેશી મહાનુભાવો બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. સોમવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાણીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. 57 વર્ષમાં બ્રિટનમાં આ પ્રથમ સરકારી અંતિમ સંસ્કાર છે. અગાઉ 1965માં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર રાજકીય રીતે કરવામાં આવ્યા હતા.
લેન્કેસ્ટર હાઉસ ખાતે ભારત તરફથી શોક સંદેશ
સત્તાવાર અહેવાલો અનુસાર, કિંગ ચાર્લ્સ III રવિવારે સાંજે લંડનના બકિંગહામ પેલેસમાં વિદેશી નેતાઓના સન્માનમાં એક સમારોહનું આયોજન કરશે. સોમવારે સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કારનો કાર્યક્રમ શરૂ થશે. અગાઉ રવિવારે, રાષ્ટ્રપતિ મુર્મૂ શોક પુસ્તક પર હસ્તાક્ષર કરશે અને બકિંગહામ પેલેસ નજીકના લેન્કેસ્ટર હાઉસ ખાતે ભારત સરકાર તરફથી શોક સંદેશ પહોંચાડવામાં આવશે.
રશિયા સહિત ત્રણ દેશોને આમંત્રણ નથી
દરમિયાન, બ્રિટનની આ મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટના પર પણ રશિયા-યુક્રેન યુદ્ધની અસર પડી છે. બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, રશિયા, બેલારુસ અને મ્યાનમારને આ સરકારી અંતિમ સંસ્કાર માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. બીજી તરફ, બેલ્જિયમ, સ્વીડન, નેધરલેન્ડ અને સ્પેનના રાજાઓ અને તેમની રાણીઓ પણ  બ્રિટનની રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
Advertisement
Tags :
Advertisement

.