Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિ ઝેંલેન્સ્કીની વિશ્વને યુદ્ધ રોકવાની અપિલ, જાણો શું કહ્યું

યુક્રેન અને રશિયા વચ્ચેના જંગન 29 દિવસે પણ જારી છે, પણ યુદ્ધનો અંત હજું આવ્યો નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વિશ્વને આ જંગ રોકવાની અપિલ કરતાં કહ્યું હતું કે યુક્રેનના નાગરિકો ઉપર હાલ આતંક ગુજારાઇ રહ્યો છે.  તેમણે કહ્યું હતું કે હું એ તમામને અભિનંદન આપું છું જે સ્વતંત્રતા અને યુક્રેન માટે કામ કરી રહ્યા છે પણ યુદ્ધ હજું પણ યથાવત છે અને તની સામે તમામે અવાજ ઉઠાવવો જોà
રાષ્ટ્રપતિ ઝેંલેન્સ્કીની વિશ્વને યુદ્ધ રોકવાની અપિલ  જાણો શું કહ્યું
યુક્રેન અને રશિયા વચ્ચેના જંગન 29 દિવસે પણ જારી છે, પણ યુદ્ધનો અંત હજું આવ્યો નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ વિશ્વને આ જંગ રોકવાની અપિલ કરતાં કહ્યું હતું કે યુક્રેનના નાગરિકો ઉપર હાલ આતંક ગુજારાઇ રહ્યો છે.  તેમણે કહ્યું હતું કે હું એ તમામને અભિનંદન આપું છું જે સ્વતંત્રતા અને યુક્રેન માટે કામ કરી રહ્યા છે પણ યુદ્ધ હજું પણ યથાવત છે અને તની સામે તમામે અવાજ ઉઠાવવો જોઇએ. 
રાષ્ટ્રપતિ અડધી રાત્રે સડક પર ઉતર્યા 
અડધી રાત્રે રસ્તા પર ઉતરેલા રાષ્ટ્રપતિએ વિશ્વને યુદ્ધ રોકવા માટેની અપિલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સહુએ રશિયાને રોકવું પડશે. યુક્રેનમાં આઝાદીના સમર્થનમાં કામ કરીએ છીએ પણ યુદ્ધ યથાવત છે. યુક્રેનના નાગરિકો ઉપર આતંક ગુજારાઇ રહ્યો છે. એક મહિનો થવા આવ્યો છે.આટલું લાંબુ યુદ્ધ મારુ હ્રદય તમામ યુક્રેનિયન અને ધરતી પર સ્વતંત્ર દરેક વ્યકતીના દિલો તોડી નાંખે છે. જેથી હું તમામને વિરોધ કરવાનું કહેવા આવ્યો છું. 
રશિયાએ સ્વતંત્રતાની સામે યુદ્ધ શરુ કર્યું છે
તેમણે કહ્યું હતું કે હું એ તમામને સમર્થન આપુ છું, જે સ્વતંત્રતાના સમર્થનમાં યુક્રેનના સમર્થનમાં કામ કરે છે. શાંતિપૂર્ણ લોકો સામે એક મહિનાથી કૃરતા આચરાઇ રહી છે. તેથી જ હું રશિયન આક્રમણની સામે ઉભા રહેવા અને અવાજ ઉઠાવવા જણાવી રહ્યો છું. તમામ ઓફિસો, ઘર અને શાળાઓ તથા યુનિવર્સિટીમાંથી શાંતિ નામ માટે બહાર આવો અને યુક્રેનને સમર્થન આપો. જીવનના  સમર્થન કરવા માટે આવો, ચાર રસ્તા અને રસ્તાઓ પર ઉતરો. તેમણે કહ્યું કે રશિયાનું યુદ્ધ માત્ર યુક્રેન સામેનું યુદ્ધ નથી, પણ તેનો અર્થ બહું વ્યાપક છે. રશિયાએ સ્વતંત્રતાની સામે યુદ્ધ આદર્યુ છે. યુરોપના તમામ લોકો અને વિશ્વના તમામ લોકોને એ બતાવાની કોશિશ કરી રહ્યું છે કે લોકોનો કોઇ અર્થ નથી. 
Advertisement
Tags :
Advertisement

.