Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુદ્ધ વચ્ચે વોગ મેગેઝિન માટે રાષ્ટ્રપતિ જેલેન્સકીનું ફોટોશૂટ, પત્ની સાથે પોઝ આપતા ટ્રોલ થયા

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 5 મહિના થઈ ગયા છે. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ જેલેન્સકી આ મુશ્કેલ ક્ષણોમાં તેમના દેશના લોકો સાથે ઉભા હતા. આ માટે તેમણે પોતાના દેશના લોકોની વાહ-વાહી પણ મેળવી હતી. પરંતુ ઝેલેન્સકીના તાજેતરના પગલાથી તેમના માટે ટીકા થઈ છે.  હાલમાં પણ યુક્રેન યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. 5 મહિનાના યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. યુક્રેનનàª
યુદ્ધ વચ્ચે વોગ મેગેઝિન માટે રાષ્ટ્રપતિ જેલેન્સકીનું ફોટોશૂટ  પત્ની સાથે પોઝ આપતા ટ્રોલ થયા
Advertisement
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 5 મહિના થઈ ગયા છે. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ જેલેન્સકી આ મુશ્કેલ ક્ષણોમાં તેમના દેશના લોકો સાથે ઉભા હતા. આ માટે તેમણે પોતાના દેશના લોકોની વાહ-વાહી પણ મેળવી હતી. પરંતુ ઝેલેન્સકીના તાજેતરના પગલાથી તેમના માટે ટીકા થઈ છે. 
હાલમાં પણ યુક્રેન યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. 5 મહિનાના યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. આ યુદ્ધ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ  જેલેન્સકીની બહાદુરીની દાદ માત્ર  યુક્રેનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઇ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર લોકો તેમની આકરી  ટીકા કરી રહ્યા છે. જાણો શઆ માટે  ઝેલેન્સકીના આ પગલા માટે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક હેરાન છે. 
હકીકતમાં, જેલેન્સકીએ પ્રખ્યાત ફેશન મેગેઝિન વોગ માટે યુદ્ધની તબાહીની તસવીરો વચ્ચે પોઝ આપ્યો છે. આ તસવીરોમાં રાષ્ટ્રપતિ જેલેન્સકી યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા સાથે જોવા મળી રહ્યાં છે. આ તસવીરો વોગ મેગેઝીનની ઓનલાઈન એડિશન માટે લેવામાં આવી છે. 
આ તસવીરોમાં ઝેલેન્સકી તેની પત્ની ઓલેના ઝેલેન્સ્કા સાથે અલગ-અલગ પોઝમાં જોવા મળે છે. ઝેલેન્સ્કા ફોટોમાં યુક્રેનિયન સૈનિકો સાથે જોવા મળે છે. સાથે જ આ તસવીરો ઓલેના ઝેલેન્સકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ઓલેનાએ લખ્યું કે વોગ મેગેઝિનના કવર પર આવવું એ ઘણા લોકોનું સપનું છે અને તે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય છે. તેમણે કહ્યું છે કે તે યુક્રેનની દરેક મહિલાને અહીં જોવા માંગે છે, જેઓ હાલમાં શરણાર્થી શિબિરોમાં યુદ્ધની પીડા સહન કરી રહ્યી છે. તેણે આ મેગેઝીનના કવર પર આવવાનો અધિકાર છે, જો કે માત્ર તેઓ માટે જ આ શક્ય બન્યું છે. હવે નેટિજન્સ તેમની નિંદા કરી રહ્યાં છે.

એક યુઝરે લખ્યું છે કે શું ઝેલેન્સકી પાસે હજુ પણ આ બધું કરવાનો સમય છે. 
તે જ સમયે, ભારતના ઘણા ટ્વિટર યુઝર્સે આ ફોટોશૂટ પર સવાલ ઉઠાવ્યા છે.
Advertisement


Advertisement


Tags :
Advertisement

.

×