Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂએ ગાંધી આશ્રમની મુલાકાત કરી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાતની મુલાકાતે છે.  રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી  મુર્મૂ  ગુજરાતના પ્રવાસે છે.   આજે સવારે  રાષ્ટ્રપતિશ્રીએ ગાંધીઆશ્રમની મુલાકાત કરી હતી, ત્યાર બાદ રાષ્ટ્રરપતિ શ્રી  દ્રોપદી મુર્મૂએ આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમામાં 255 બેડની કેપેસીટી અને રેનબસેરાનુ ખાતમુહૂર્ત કર્યુ. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી બે àª
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂએ ગાંધી આશ્રમની મુલાકાત કરી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાતની મુલાકાતે છે.  રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી  મુર્મૂ  ગુજરાતના પ્રવાસે છે.   આજે સવારે  રાષ્ટ્રપતિશ્રીએ ગાંધીઆશ્રમની મુલાકાત કરી હતી, ત્યાર બાદ રાષ્ટ્રરપતિ શ્રી  દ્રોપદી મુર્મૂએ આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમામાં 255 બેડની કેપેસીટી અને રેનબસેરાનુ ખાતમુહૂર્ત કર્યુ. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. મહામહિમે આ આ મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે હાજરી આપીને સિવિલ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિસ્ટ ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
Advertisement


 રાષ્ટ્રપતિનો આજનો કાર્યક્રમ
- સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું 
-સવારે 10.30 વાગ્યે સાબરમતી આશ્રમની પુજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલી આપી હતી
-2.30 વાગ્યે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખાતે મલ્ટીસ્પેશિયાલીટ હોસ્પીટલનું ઉદ્ધાટન સાથે જ  વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત 
- સાંજે 6.00 વાગ્યે રાષ્ટ્રપતિના માનમાં રાજભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ 
- સાંજે 7.05 મખ્યમંત્રીના નિવાસ સ્થાને મુલાકાત
- રાત્રે 8.00 વાગ્યે રાજભવન ખાતે ડીનર 



આ સાથે જ રાષ્ટ્રપતિના હસ્તે રાજપીપળાની નવી મેડીકલ કોલેજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સિંચાઈ વિભાગ યોજનાનું ઈ- લોકાર્પણ, દાહોદ જિલ્લાના ગરબાડાની વિવિધ પાણી પુરવઠાની યોજનાઓનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ કંડલા પોર્ટ ખાતે કાર્ગોજેટી એરિયામાં નવા ડોમ બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુર્હુત તેમજ કાર્ગોજેટી અપગ્રેડેશનનું ખાતમુર્હુત,તૂણા રોડને ટુ લેનથી ફોર લાઇન અંગેના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
રૂપિયા 373 કરોડનો ખર્ચે  સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ
ગાંધીનગર મેડિકલ કોલેજમાં 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, 2555 બેડનું ટ્રોમા સેન્ટર અને દર્દીઓના સગાઓ રાત્રી રોકાણ કરી શકે તે માટે 448 બેડના રેનબસેરાના નિર્માણ પાછળ રૂપિયા 373 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ત્રણેય બિલ્ડીંગનું ખાતમુર્હુત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે આજે કરવામાં આવ્યુ હતુ.

હૃદયને લગતી તમામ બિમારીઓનું નિદાન અને સારવાર 
ગાંધીનગર મેડિકલ કોલેજને ગત વર્ષ-2012માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ એક દાયકા પછી ગાંધીનગર મેડિકલ કોલેજમાં પીજીના અભ્યાસ ક્રમ શરૂ થયા તેમજ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હવે દસ માળની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના બિલ્ડીંગના બેઝમેન્ટમાં બે માળની પાર્કિંગની સુવિધા ઉભી કરાશે. તેમાં કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે. અદ્યતન મોડ્યુલર કાર્ડિયાક ઓપરેશન થીએટર અને આઇસીયુ જેમાં હૃદયને લગતી તમામ બિમારીઓનું નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે.
ઉત્તમ અને ઝડપી નિદાન અને સારવાર આપવાની સુવિધાઓ 
કિડની સબંધિત બિમારી માટે નેફરોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે. તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બિમારીઓનું નિદાન તેમજ સારવાર પૂરી પાડવામાં આવશે. ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રરક્ટિવ સર્જરી જેવી ઉચ્ચકક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. શ્વાસની બિમારીઓની ધનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. જ્યારે ટ્રોમા સેન્ટરમાં 255 બેડની ક્ષમતાની સાથે સાથે એડવાન્સ સર્જીકલ ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવશે. જેમાં ઓર્થોપેડિકને લગતી સર્જરી માટે ઓપરેશન થીયેટર, સીટી એમઆરઆઇ, આઇસીયુ સહિતની સુવિધા ઉભી કરાશે.

દર્દીઓના સગાઓ માટે રેનબસેરા
ઉપરાંત ડિઝાસ્ટરની સ્થિતિમાં દર્દીઓને ઉત્તમ અને ઝડપી નિદાન અને સારવાર આપવાની સુવિધાઓ ટ્રોમા સેન્ટરમાં ઉભી કરાશે. જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર માટે દાખલ કરેલા દર્દીઓના સગાઓને રાત્રી રોકાણ કરી શકે તે માટે રેનબસેરા બનાવાશે. 
Advertisement
Tags :
Advertisement

.