Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) આજથી ગુજરાત (Gujarat)ની બે દિવસની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) દ્વારા  એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત છે.ગાંધી આશ્રમની લેશે મુલાકાતરાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાત આવી રહ્યા છે. સવારે 10 વાગે રાષ્ટ્રપતિશ્રીનું એરપોર્ટ પર આગમન થશે. મુખ્યમંત્રીશ્રી ભà«
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) આજથી ગુજરાત (Gujarat)ની બે દિવસની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) દ્વારા  એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત છે.
ગાંધી આશ્રમની લેશે મુલાકાત
રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ આજે ગુજરાત આવી રહ્યા છે. સવારે 10 વાગે રાષ્ટ્રપતિશ્રીનું એરપોર્ટ પર આગમન થશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાશે. તેઓ સોમવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈને તેના પ્રવાસની શરૂઆત કરશે. તેઓ સાબરમતી આશ્રમ ગાંધી ખાતે બાપુની પ્રતિમાને પુષ્પાંજલી કરશે. 

ગાંધીનગરમાં મલ્ટિસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
ત્યારબાદ  બપોરે ગાંધીનગરમાં મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલનું  ખાતમુહૂર્ત કરશે અને વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાંજે રાષ્ટ્રપતિશ્રીના માનમાં રાજભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. 

આવતીકાલે સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ લોન્ચ કરશે
રાષ્ટ્રપતિશ્રી 4 ઓક્ટોબરે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ 'હાર્સ્ટાર્ટ' લોન્ચ કરશે અને અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
રાણી એલિઝાબેથ II ને વિદાય
તાજેતરમાં રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મૂ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિદાયમાં હાજરી આપવા લંડન ગયા હતા. વેસ્ટમિન્સ્ટર હોલમાં રાણી એલિઝાબેથને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, રાષ્ટ્રપતિશ્રી લેન્કેસ્ટર હાઉસ પહોંચ્યા જ્યાં તેમણે રાણી એલિઝાબેથની યાદમાં એક શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા. રાણીના અંતિમ સંસ્કારમાં વિશ્વના સેંકડો દેશોના વડાઓએ હાજરી આપી હતી. 
Advertisement
Tags :
Advertisement

.