Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં આજે રચાશે ઈતિહાસ, રાષ્ટ્રપતિ પહેલીવાર વિધાનસભા ગૃહને કરશે સંબોધન

ગુજરાતમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની બે દિવસીય મુલાકાત માટે આવી રહ્યા છે. દરમિયાન ગુરુવારે એટલે કે આજે રાજ્ય વિધાનસભાને તેઓ સંબોધશે. સ્પીકર નીમાબેન આચાર્યએ બુધવારે આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને સંબોધિત કરશે. તેઓ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે ગુરુવારે સવારે 9.30 કલાકે નવી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર àª
ગુજરાતમાં આજે રચાશે ઈતિહાસ  રાષ્ટ્રપતિ પહેલીવાર વિધાનસભા ગૃહને કરશે સંબોધન
ગુજરાતમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની બે દિવસીય મુલાકાત માટે આવી રહ્યા છે. દરમિયાન ગુરુવારે એટલે કે આજે રાજ્ય વિધાનસભાને તેઓ સંબોધશે. સ્પીકર નીમાબેન આચાર્યએ બુધવારે આ માહિતી આપી હતી. 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને સંબોધિત કરશે. તેઓ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે ગુરુવારે સવારે 9.30 કલાકે નવી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. રાષ્ટ્રપતિ સવારે 10 વાગે ગાંધીનગરમાં રાજભવન પહોંચશે. તેઓ રાજભવનથી નીકળીને ગુજરાત વિધાનસભા પહોંચશે. 
જ્યા મુખ્યમંત્રી અને અધ્યક્ષ તેમનું સ્વાગત કરશે. રેડ કાર્પેટ પર રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કરાશે. રાષ્ટ્રપતિ માટે બનાવાઈ ખાસ થ્રિ-ડી રંગોળી પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. રાષ્ટ્રપતિના આગમનના પગલે વિધાનસભાને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો છે. અહી ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા લખ્યું કે, દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી આજે સવારે 11:00 વાગ્યે વિધાનસભા ખાતે પોતાનું સંબોધન કરશે. આપણે સૌ આ અવસરે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ.
Advertisement

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રપતિ ગુરુવારે સવારે 11 વાગ્યે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધશે. સ્પીકર ડૉ.નીમાબેન આચાર્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનું સંબોધન સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. એક કલાકના સંબોધન બાદ તેઓ રાજભવન જશે. આ દિવસોમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 માર્ચે જામનગર ખાતે INS વાલસુરાને રાષ્ટ્રપતિ ચિહ્નનો સર્વોચ્ચ પુરસ્કાર અર્પણ કરશે. તેઓ 80 વર્ષની સેવા માટે ભારતની અગ્રણી નૌકા સંસ્થા INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સનું સર્વોચ્ચ સન્માન આપશે. આ દરમિયાન 150 જવાનો પરેડ કરશે અને રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે. જામનગરમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમને આખરી ઓપ આપી રહેલા જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતિશ પાંડે, અધિક કલેક્ટર મિતેશ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા છે. 
બુધવારે રાષ્ટ્રપતિની યાત્રાના રૂટ પર પોલીસકર્મીઓએ રિહર્સલ કર્યું હતું. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ શુક્રવારે બપોરે 12.30 વાગ્યે જામનગરથી નવી દિલ્હી જવા રવાના થશે. અગાઉ ગુરુવારે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરે દર્શનનો કાર્યક્રમ હતો પરંતુ આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. 
Tags :
Advertisement

.