Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માધવપુરના મેળાનું રાષ્ટ્રપતિએ કર્યું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે રવિવારે ગુજરાતમાં માધવપુર ઘેડ, પોરબંદર ખાતે પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતુ. વર્ષ 2018થી દર વર્ષે સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ભગવાન કૃષ્ણ અને રુક્મિણીજીના પવિત્ર વિવાહના અવસર પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે.મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ રામનવમીના તહેવારની દેશવાસીઓને શુભેચ્છાઓ à
માધવપુરના મેળાનું રાષ્ટ્રપતિએ કર્યું ઉદ્ઘાટન  જુઓ તસવીરો
Advertisement

રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે રવિવારે ગુજરાતમાં માધવપુર ઘેડ, પોરબંદર ખાતે પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતુ. વર્ષ 2018થી દર વર્ષે સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ભગવાન કૃષ્ણ અને રુક્મિણીજીના પવિત્ર વિવાહના અવસર પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે.મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ રામનવમીના તહેવારની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલા ગામમાં અને બાપુના જન્મસ્થળ એવા પોરબંદર નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ તેમના માટે સૌભાગ્યની વાત છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નની લોકકથા દર્શાવે છે કે ભારતની સાંસ્કૃતિક એકતા કેટલી પ્રાચીન છે અને આપણી સામાજિક સમરસતાના મૂળિયાં કેટલાં ઊંડાં છે. આજના ઉત્તરપ્રદેશમાં જન્મેલા શ્રીકૃષ્ણએ ગુજરાતને તેમની કર્મભૂમિ બનાવી અને આપણા દેશના આજના ઉત્તર-પૂર્વ પ્રદેશની રાજકુમારી રુક્મિણીજી સાથે લગ્ન કર્યા. લોકમાન્યતા પ્રમાણે માધવપુર ઘેડ ગામની જમીન તેમના મિલનની સાક્ષી રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે મેળા, તહેવારો અને તીર્થસ્થળોએ આપણા વિશાળ દેશને પ્રાચીન સમયથી સામાજિક અને સાંસ્કૃતિક એકતાની દોરીથી બાંધી રાખ્યો છે.  માધવપુર મેળો ગુજરાતને દેશના ઉત્તરપૂર્વ વિસ્તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે. રાષ્ટ્રપતિએ એ બાબતની નોંધ લીધી કે ગુજરાતના સાહસિક લોકો વિકાસના પંથે કૂચ કરતી વખતે પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તેમણે આ બાબતની પ્રશંસા પણ કરી. તેમણે સસ્ટેનેબલ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે વિવિધ રાજ્યોની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટેના વર્ષ 2020-21 માટેના નીતિ આયોગના અહેવાલ મુજબ, ગુજરાત તમામ વયજૂથના લોકોને સ્વસ્થ જીવન પૂરું પાડવાના સંદર્ભમાં દેશમાં પ્રથમ ક્રમે હોવાની વાતની પણ નોંધ લીધી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ઉદ્યોગ, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વસમાવેશક વિકાસના માપદંડો પર ગુજરાતનું પ્રદર્શન તમામ રાજ્યોમાં શ્રેષ્ઠ રહ્યું છે.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, માધવ નામ શ્રીકૃષ્ણનું છે. માધવે લગ્ન માધવપુર ઘેડમાં કર્યા હતા. લગ્ન સંબંધથી પારિવારિક સંબંધ બને છે. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કાર્યક્ષેત્ર દ્વારકા, પૂર્વોત્તર રાજયમાં લગ્ન કર્યા આમ પરંપરાગત અને સંસ્કૃતિક વિરાસત થકી શ્રીકૃષ્ણએ ગરીમા અને એકતાની શીખ આપી હતી. સામાજિક – સાંસ્કૃતિક સમન્વય સાધ્યો હતો. ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મહર્ષિ દયાનંદ સરસ્વતિ, નરેન્દ્રભાઇ મોદી સહિતના અનેક વિરપુરૂષો આપ્યા છે. માધપુર ગામે શ્રીકૃષ્ણના વિવાહને હજારો વર્ષ પછી પણ જીવંત રાખ્યા છે. સરકારે આ મેળાને આંતરરાષ્ટ્રીય બનાવી ગુજરાતને ગૌરવશાળી બનાવ્યું છે.
ૉરાજયપાલએ કૃષ્ણ ભગવાનની પણ એક ભારતના શિલ્પી હોવાનું ઉદાહરણ પૂરૂ પાડતા જ્ણાવ્યું હતું કે, તેમનો જન્મ મથુરામાં, કર્મભૂમિ કુરૂક્ષેત્ર, કાર્યક્ષેત્ર દ્વારિકા અને લગ્ન માધવપુર થકી ભારતના વિભિન્ન ભાગને એક સુત્રે જોડેલુ હતું જે આજે મેળા થકી પુજા, સાંસ્કૃતિક, આધ્યામિક અને ધાર્મિક રીતે જોડાણ થવાં જઇ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવવિભોર સ્વરે જણાવ્યું હતું કે, રામનવમીના પાવન પર્વ નિમિતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ સમગ્ર રાજય માટે ગૌરવની ક્ષણ છે.માધપુરનો મેળો હવેથી પ્રતિ વર્ષ રાષ્ટ્રીયકક્ષાના મેળા તરીકે ઉજવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.

×