રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizaveth ii) અંતિમ સંસ્કારમાં (Furnel) હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ UK જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી (President Droupadi Murmu) મુર્મૂ 17-19 સપ્ટેમ્બર 2022ના રોજ લંડન, UK ભારત સરકાર વતી શોક વ્યક્ત કરવા જશે. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે 2,000 VIP મહેમાનોની સામે કરવામાં આવશે. ક્વીન એલિઝાબેથ IIના (Queen Elizaveth ii) અંતિમ સંસ્કારમાં અનેક દેશોના વડાઓ હાજરી આપે તેવી શક્યત
Advertisement
ક્વીન એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizaveth ii) અંતિમ સંસ્કારમાં (Furnel) હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ UK જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી (President Droupadi Murmu) મુર્મૂ 17-19 સપ્ટેમ્બર 2022ના રોજ લંડન, UK ભારત સરકાર વતી શોક વ્યક્ત કરવા જશે. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે 2,000 VIP મહેમાનોની સામે કરવામાં આવશે.
ક્વીન એલિઝાબેથ IIના (Queen Elizaveth ii) અંતિમ સંસ્કારમાં અનેક દેશોના વડાઓ હાજરી આપે તેવી શક્યતા છે. આ દિવસને બ્રિટનમાં જાહેર રજા હોય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. આ સિવાય ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ લંડન જશે.
બ્રિટનની સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથના (Queen Elizaveth ii) પાર્થિવ દેહ મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચ્યા હતા. તેમનું શબપેટી છેલ્લી રાત સુધી બકિંગહામ પેલેસમાં રાખવામાં આવશે. રાણીની શબપેટી બુધવારથી ચાર દિવસ માટે વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે અને સોમવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાણીનું ગયા ગુરુવારે બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું. તે 70 વર્ષ સુધી બ્રિટન પર રાજ કરતી હતી.
Advertisement