રાજધાની દિલ્હીની ત્રણ મનપાને એક કરવાના બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે આ નામે ઓળખાશે
હવે ફરી એકવાર રાજધાની દિલ્હીમાં માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન હશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) અધિનિયમ 2022 બિલને મંજૂરી આપી છે. હવે દિલ્હીમાં ત્રણને બદલે એક જ મેયર રહેશે. કાયદા મંત્રાલયના સચિવ ડૉ. રીટા વશિષ્ઠ દ્વારા આ સંદર્ભે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 18 એપ્રિલના રોજ જાહેર કરાયેલા આ ગેઝેટ નોટિફિકેશન બાદ પૂર્વ દિલ્હી મ્યà
હવે ફરી એકવાર રાજધાની દિલ્હીમાં માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન હશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) અધિનિયમ 2022 બિલને મંજૂરી આપી છે. હવે દિલ્હીમાં ત્રણને બદલે એક જ મેયર રહેશે. કાયદા મંત્રાલયના સચિવ ડૉ. રીટા વશિષ્ઠ દ્વારા આ સંદર્ભે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 18 એપ્રિલના રોજ જાહેર કરાયેલા આ ગેઝેટ નોટિફિકેશન બાદ પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ‘દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન’ તરીકે ઓળખાશે.
ઉલ્લેખનીય છે કે સંસદના છેલ્લા સત્રમાં જ કેન્દ્ર સરકારે ત્રણેય કોર્પોરેશનોને એક કરવા માટેનું બિલ પસાર કર્યું હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (સંશોધન) 2022 સંબંધિત બિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને બંને ગૃહોએ મંજૂરી આપી હતી. સંશોધન બિલનો કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિને તેમની સંમતિ માટે મોકલવામાં આવ્યું હતું. જેને હવે મંજૂર કરવામાં આવ્યું છે. હવે ત્રણેય કોર્પોરેશનને મર્જ કરવાનો કાયદો અમલમાં આવ્યો છે. હવે તેને લગતી તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. નોટિફિકેશન અનુસાર હવે સરકાર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યોને નિભાવવા માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરશે.
2011માં કોંગ્રેસ કોર્પોરેશનના વિભાજનની દરખાસ્ત લાવી હતી
કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય પછી વર્ષ 2011માં દિલ્હીના સંકલિત નિગમોનું વિભાજન કરવામાં આવ્યું હતું. MCD વોર્ડની સંખ્યા 136 થી વધારીને 272 કરવામાં આવી. તે સમયે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી પરંતુ હવે ભાજપ શાસિત એનડીએ સરકાર દ્વારા ત્રણેય કોર્પોરેશનને એકીકૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોર્પોરેશનના વોર્ડની સંખ્યા ઘટાડીને 250 કરવામાં આવશે
રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે નવા બિલ મુજબ દિલ્હીમાં ત્રણ મેયર અને ત્રણ કોર્પોરેશનની સિસ્ટમ પણ ખતમ થઈ જશે અને હવે દિલ્હીમાં એક જ મેયર અને કોર્પોરેશન કમિશનર રહેશે. વોર્ડની સંખ્યા પણ 272 થી વધારીને 250 કરવામાં આવશે.
Advertisement