Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાને લઈ અસારવા અને સોલા સિવિલમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી ,તંત્ર એલર્ટ મોડ પર

ચાઇના-જાપાન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસોમાં  સતત વધારો સામે આવી રહ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તમામ હેલ્થ અધિકારીઓને પૂરતી વ્યવસ્થા કરવા સરકારે સૂચના આપી છે.સોલા સિવિલ અમદાવાદ ખાતે 40 બેડની વ્યવસ્થાકોરોનાના વધી રહેલા કેસને પગલે આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. પરિણામે સોલા સિવિલ અમદાવાદ ખાતે 40 બેડની વ્યવસ્થા કરવામાં આવી,  ઉપરાંત 16 બેડ icuમાં વેન્ટિà
કોરોનાને લઈ અસારવા અને સોલા સિવિલમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી  તંત્ર એલર્ટ મોડ પર
ચાઇના-જાપાન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસોમાં  સતત વધારો સામે આવી રહ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને તમામ હેલ્થ અધિકારીઓને પૂરતી વ્યવસ્થા કરવા સરકારે સૂચના આપી છે.
સોલા સિવિલ અમદાવાદ ખાતે 40 બેડની વ્યવસ્થા
કોરોનાના વધી રહેલા કેસને પગલે આરોગ્યતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. પરિણામે સોલા સિવિલ અમદાવાદ ખાતે 40 બેડની વ્યવસ્થા કરવામાં આવી,  ઉપરાંત 16 બેડ icuમાં વેન્ટિલેટર સાથે તૈયાર રાખવામાં આવ્યા છે. જરૂરિયાતમંદો માટે  દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તો અસારવા સિવિલ  ખાતે પણ 80 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલમાં કોઈ કેસ નોંધાયા નથી પરંતુ લોકોને સાવચેતી રાખવા, કોરોના ગાઈડલાઇન્સ નું પાલન કરવા તબીબોએ સલાહ આપી છે.
20 હજાર લીટર ઓકિસજનનો પ્લાન્ટ 
અસારવા સિવિલ ખાતે 20,000 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે જેના કારણે લોકોને હાલાકી ના પડે અને ક્રિટિકલ સિચ્યુએશનમાં દવાની પણ અછત ઊભી ન થાય તેથી તેનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હાલમાં અસારવા સિવિલમાં પોઝિટિવ એક પણ દર્દી નથી અને 80 બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. જરૂર પડે 1200 બેડની મેડિસિટી કેમ્પસમાં આવેલી હોસ્પિટલ માં વધુ બેડ ઉમેરવામાં આવશે તેવું સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં લોકોએ ગભરાવવાની જરૂર નથી માત્ર કોરોના ગાઈડલાઇન્સનો અમલ કરવાનું અને સાવચેતી રાખવાની જરૂર છે..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.