Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝારખંડના CM હેમંત સોરેનના નિકટના પ્રેમ પ્રકાશને ત્યાં EDના દરોડા, 2 AK-47 રાયફલ મળી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren)ની નજીકના પ્રેમ પ્રકાશના ઘર પર દરોડા પાડયા  છે. રાજધાની રાંચી (Ranchi)માં હરમુ, દોરાંડા, અશોક નગર સહિત 11 સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન EDએ બે અત્યાધુનિક AK-47 રાઈફલ્સ  (AK-47 Rifle) પણ જપ્ત કરી છે. આ દરોડા ગેરકાયદે ખનન અને ખંડણીના મામલામાં પાડવામાં આવ્યા છે. ED આ પહેલા પણ પ્રેમ પ્રકાશ (Prem Prakash)  ના ઘર પર દરોડા પાડી ચૂàª
ઝારખંડના cm હેમંત સોરેનના નિકટના પ્રેમ પ્રકાશને ત્યાં edના દરોડા  2 ak 47 રાયફલ મળી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren)ની નજીકના પ્રેમ પ્રકાશના ઘર પર દરોડા પાડયા  છે. રાજધાની રાંચી (Ranchi)માં હરમુ, દોરાંડા, અશોક નગર સહિત 11 સ્થળો પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન EDએ બે અત્યાધુનિક AK-47 રાઈફલ્સ  (AK-47 Rifle) પણ જપ્ત કરી છે. આ દરોડા ગેરકાયદે ખનન અને ખંડણીના મામલામાં પાડવામાં આવ્યા છે. ED આ પહેલા પણ પ્રેમ પ્રકાશ (Prem Prakash)  ના ઘર પર દરોડા પાડી ચૂક્યું છે.
મુખ્યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ કર્યા બાદ EDએ આ દરોડા પાડ્યા છે. EDએ 19 જુલાઈએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એક્ટ હેઠળ પંકજ મિશ્રાની ધરપકડ કરી હતી. આ કેન્દ્રીય તપાસ એજન્સીએ પંકજ મિશ્રાના 37 બેંક ખાતાઓમાં 11 કરોડ 88 લાખ રૂપિયાની તપાસ કરી હતી. ઇડીએ આ નાણાં જપ્ત કર્યા હતા. આ પૈસા પંકજ મિશ્રા કે, ડાહુ યાદવ અને તેમના સહયોગીઓના છે.
આ પૈસા ઉપરાંત ઈડીએ 27 જુલાઈના રોજ એમવી ઈન્ફ્રાલિંક નામનું જહાજ પણ જપ્ત કર્યું હતું. તેની કિંમત 30 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ઇડીએ ગેરકાયદે માઇનિંગ અને ખંડણીના રેકેટની તપાસ દરમિયાન આ જપ્તી કરી છે. આ કેસમાં પંકજ મિશ્રાની ભૂમિકાની તપાસ માટે પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું.
અગાઉ, EDએ 13.32 કરોડ રૂપિયાની રોકડ, 5.34 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, ગેરકાયદેસર રીતે સંચાલિત સ્ટોન ક્રશર અને 50 બેંક ખાતાઓમાં પડેલી અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. તપાસ એજન્સીએ પંકજ મિશ્રા, ડાહુ યાદવ અને તેમના સહયોગીઓ સાથે સંબંધિત વિવિધ ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. તપાસ એજન્સીએ 8 જુલાઈ, 2002ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી હતી. તે સમયે તેણે સાહિબગંજ, બરહાટ, રાજમહેલ, મિર્ઝા ચુંકી અને બરહરવામાં દરોડા પાડ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.