Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનમાંથી ‘ઓપરેશન ગંગા’ હેઠળ સુરક્ષિત નીકળતાં સગર્ભાએ તેના બાળકનું નામ 'ગંગા' રાખવાનો કર્યો નિર્ણય

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ‘ઓપરેશન’ ગંગા હેઠળ સુરક્ષિત પરત લાવી રહી છે. અત્યાર સુધીમાં 17 હજારથી વધુ ભારતીયોને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આવી જ એક વાર્તા કેરળ રાજ્યના રહેવાસી અભિજીતની પણ છે. જે તેની ગર્ભવતી પત્ની નિતુ સાથે યુક્રેનના કિવમાં ફસાઈ ગયો હતો. ભારતીય દૂતાવાસની મદદથી 'ઓપરેશન ગંગા'
યુક્રેનમાંથી  lsquo ઓપરેશન ગંગા rsquo  હેઠળ સુરક્ષિત નીકળતાં સગર્ભાએ તેના બાળકનું નામ  ગંગા  રાખવાનો કર્યો નિર્ણય

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે
ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને
ઓપરેશનગંગા હેઠળ સુરક્ષિત પરત લાવી
રહી છે.
અત્યાર સુધીમાં 17 હજારથી વધુ ભારતીયોને
યુક્રેનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આવી જ એક વાર્તા કેરળ રાજ્યના
રહેવાસી અભિજીતની પણ છે.
જે તેની
ગર્ભવતી પત્ની નિતુ સાથે યુક્રેનના કિવમાં ફસાઈ ગયો હતો. ભારતીય દૂતાવાસની મદદથી
'ઓપરેશન ગંગા' હેઠળ અભિજીત અને તેની ગર્ભવતી પત્નીને યુક્રેનમાંથી સુરક્ષિત રીતે
બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ અભિજિત અને તેની પત્ની પહેલા પોલેન્ડ પહોંચ્યા
, જ્યાં તેઓએ ભારતીય દૂતાવાસ દ્વારા સ્થાપિત શેલ્ટર
હોમમાં આશ્રય લીધો.

Advertisement


આ કપલે ઘટના બાદ એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત
કરી હતી. વાત કરતા અભિજીતે કહ્યું કે
મારી પત્ની 9 મહિનાની ગર્ભવતી છે. હાલમાં તે પોલેન્ડની એક હોસ્પિટલમાં દાખલ છે.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર પત્ની અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. હોસ્પિટલ
તરફથી મળેલી માહિતી મુજબ બાળકની જન્મ તારીખ
26 માર્ચ 2022 આપવામાં આવી હતી. અભિજીતે વધુમાં જણાવ્યું હતું કે તે ભારત સરકાર
દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ગંગા અભિયાનના નામ પરથી તેના આવનાર બાળકનું નામ
ગંગા રાખવાની જાહેરાત કરી હતી.

Advertisement


અભિજીતે વધુમાં જણાવ્યું કે હું યુક્રેનના કિવમાં રેસ્ટોરન્ટ ચલાવું છું. યુદ્ધ
શરૂ થયા પછી અમે ત્યાં અટવાઈ ગયા. દૂતાવાસના અધિકારીઓની મદદથી
'ઓપરેશન ગંગા' હેઠળ અમને બચાવી લેવામાં આવ્યા હતા. અહીં આવવા માટે એક પૈસો પણ
ખર્ચવામાં આવ્યો નથી. ત્યારે અભિજીત તો ભારત
આવી ગયો હતો પરંતુ તેની સગર્ભા પત્નીને તબીબી કારણોસર પોલેન્ડની હોસ્પિટલમાં
રહેવું પડ્યું હતું. 
પતિ-પત્નીએ તેમના ભાવિ બાળક માટે જરૂરી તમામ વસ્તુઓ
ભેગી કરી હતી. નાના કપડાં
, રમકડાં, ડાયપર અને બાળકના જન્મ પછી તરત જ જરૂરી દરેક વસ્તુ. જ્યારે
યુદ્ધ ફાટી નીકળ્યું તો તે બધું બદલાઈ ગયું અને તેમને પાંચ દિવસ સુધી તેના એપાર્ટમેન્ટની
નીચે બંકરમાં રહેવું પડ્યું હતું.

Advertisement


અભિજીતની પત્ની નીતુએ નિવેદન આપતા જણાવ્યું હતું કે નવમો
મહિનો હોવાથી મારે વારંવાર ટોઇલેટ જવાની જરૂર હતી
, કેટલી વાર તે ઉપરના માળે જવું પડતું હતું. એક બાજુ ડર હતો.  ડરી ડરીને તેના ફ્લેટમાં જતી અને નીચે આવી જતી.  ધીમે ધીમે વાતાવરણ બગડતું ગયું. નીતુની એ જ
નાજુક સ્થિતિમાં
તેણે પોતાનું ઘર, ધંધો, બાળકનો સામાન અને જરૂરી કાગળો સાથેની નાની બેગ મૂકીને રાજધાની
પોલેન્ડ ભાગી જવું પડ્યું હતું. 
પરંતુ આખરે ભારત સરકારના ગંગા ઓપરેશન હેઠળ તે લોકો
યુક્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેએ ભારત સરકારનો આભાર માન્યો હતો.
આ ઘટના બાદ બંનેએ નક્કી કર્યું કે હવે તેના આવનારા બાળકનું નામ ગંગા રાખશે.

Tags :
Advertisement

.