Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરેરાટી ભર્યો અકસ્માત થયોને ગર્ભમાંનું બાળક બહાર નીકળી ગયું!

ફિરોઝાબાદના નારખી પોલીસ સ્ટેશન ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. બારતરા ગામ પાસે રેતી ભરેલા ડમ્પરે સગર્ભા મહિલાને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં તેના ગર્ભમાં રહેલુ બાળક બહાર આવી ગયું હતું. અને સુખદ આશ્ચર્યજનક જન્માવે તેવી વાત એ હતી કે તે જીવતું હતું. હાલ નવજાતને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યાં તે સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતની
11:23 AM Jul 21, 2022 IST | Vipul Pandya
ફિરોઝાબાદના નારખી પોલીસ સ્ટેશન ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. બારતરા ગામ પાસે રેતી ભરેલા ડમ્પરે સગર્ભા મહિલાને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં તેના ગર્ભમાં રહેલુ બાળક બહાર આવી ગયું હતું. અને સુખદ આશ્ચર્યજનક જન્માવે તેવી વાત એ હતી કે તે જીવતું હતું. હાલ નવજાતને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યાં તે સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતની માહિતી મળતાં જ આઘાતમાં સરી પડેલા મહિલાના કાકાનું મોત થયું છે. 
મૃતક કામીની નારખી વિસ્તારના નાગલા મુરલી કોટલા ગામની રહેવાસી હતી. જ્યારે મોડી સાંજે પરિવારજનોએ કામિનીના મૃત્યુની વાત કાકાને કરી તો કાકા ભત્રીજીના મોતનો આઘાત સહન કરી શક્યા નહીં. થોડી વાર પછી કાકાના શ્વાસ પણ બંધ થઈ ગયા. આઠ કલાકમાં જ કાકા-ભત્રીજીના મોતથી પરિવારમાં ચકચાર મચી ગઈ હતી.કામિનીના ભાઈ દીપકે  જણાવ્યું કે કામિનીના પિતાનું પહેલા જ અવસાન થઇ ગયું હતું.કાકાએ કામિનીને બહુ લાડકોડથી ઉછેરી હતી.  કાકા કાલીચરણની તબિયત ઘણા સમયથી બગડી રહી હતી. તે ઘણા સમયથી કામિની અને તેના પતિને જોવાની જીદ કરી રહ્યા હતા. તેઓ કેન્સરને કારણે બરાબર ચાલી પણ શકતા ન હતા.
કાકા અને કામિનીની ફોન પર વાત થઇ હતી. કાકાએ કામિનીને ઘરે આવવા કહ્યું હતું.જેને લઇને કામિની તેના પતિ સાથે કાકાને જોવા આવી રહી હતી. જે દરમ્યાન આ અકસ્માત નડ્યો હતો. કામિની સવારે દસ વાગે મૃત્યુ પામી હતી, પરંતુ આ વાત કાકાથી મોડી સાંજ સુધી છુપાવવામાં આવી હતી. કારણ કે કાકા આ આઘાત સહન કરવાની સ્થિતિમાં નહોતા.મોડી સાંજે કાકા કાલીચરણને ભત્રીજી કામિનીના મૃત્યુની જાણ થઈ હતી. ભત્રીજીના મૃત્યુના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો અને એક કલાકમાં કાકાનું પણ મૃત્યુ થયું હતું.
Tags :
escapedissafeGujaratFirstpregnantwoman
Next Article